Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસ : મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિસા, ઝારખંડ, મહારાષ્ટ્ર, તેલંગાના અને તમિલનાડુમાં કમોસમી વરસાદ થવાની શકયતા

નવી દિલ્હી,તા. ૧૬: દેશભરમાં હવામાન ધીરે ધીરે બદલાઈ રહ્યું છે. હાડ કકડાવતી ઠંડી બાદ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ ઉત્ત્।ર ભારતમાં ધૂમ્મસની અસર હજું પણ વર્તાઈ રહી છે. અમૃતસર અને જમ્મુ કાશ્મીરમાં આજે સવારે ઝીરો વિજિબિલીટી દાખલ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં સોમવારે સાંજથી જ ધુમ્મસની અસર જોવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યાનુંસાર પશ્યિમી વિક્ષોભ એક વાર હવામાન પર અસર નાંખશે. જો કે દેશના અનેક રાજયોમાં વરસાદનું પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.હવામાન વિભાગના જણાવ્યાનુંસાર આજે દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ૧૬-૧૯ ફેબ્રુઆરીની વચ્ચે વિદર્ભ અને છત્ત્।ીસગઢમાં વરસાદનું પૂર્વાનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરના ચાલતા ૧૫થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન ઉત્ત્।રાખંડમાં વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. આ ઉપરાંત આવનારા ૪-૫ દિવસો દરમિયાન ઉત્ત્।ર ભારતના મેદાની વિસ્તારોમાં રાતનાં તાપમાનમાં ઘટાડો રહેવાની શકયતા છે.હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્ત્।રાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર ઉપરાંત ૧૫ ફેબ્રુઆરી બાદ મધ્ય પ્રદેશ, છત્ત્।ીસગઢ, ઓડિસા, ઝારખંડ, મહારાષ્ટ્ર, તેલંગાના અને તમિલનાડુમાં કમોસમી વરસાદ થવાની શકયતા છે. આ સાથે ૧૭થી ૧૮ ફેબ્રુઆરીએ વિદર્ભ અને છત્ત્।ીસગઢમાં કરા પડી શકે છે.વેસ્ટન ડિસ્ટબન્સના કારણે હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ૧૬ ફેબ્રુઆરીથી ૧૮ ફેબ્રુઆરીની વચ્ચે મહારાષ્ટ્રના મોટાભાગોમાં વરસાદ થઈ શકે છે. જો કે અહીના ૧૫ જિલ્લામાં સાવચેતીના ભાગ રુપે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMDના જણાવ્યાનુસાર વિદર્ભ, મરાઠાવાડા અને મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે.

(3:11 pm IST)