Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પુડુચેરીમાં કોંગ્રેસને ઝાટકો : બે વધુ ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસ લઘુમતીમાં આવી ગઇ

રાજકોટ, તા. ૧૬ : પુડુચેરીમાં કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે. બે વધુ ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસ લઘુમતીમાં આવી ગઇ છે.

આગામી એપ્રિલ-મેં મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજનાર છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય એ. જોનકુમારે મંગળવારે  અને આરોગ્ય મંત્રી એમ. કૃષ્ણ સ્વામીએ સોમવારે રાજીનામા આપ્યા છે.

છેલ્લા એક મહિનામાં ચાર ધારાસભ્યોએ રાજીનામા આપતા રાજય સરકાર લઘુમતીમાં મુકાઇ ગઇ છે અને હાલમાં કોંગ્રેસના ધારાસભ્યની સંખ્યા માત્ર ૧૦ થઇ ગઇ છે.

(4:07 pm IST)