Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં રાહત : છેલ્લા 24 કલાકમાં 6430 કેસ નોંધાયા : વધુ 337 લોકોના મોત : વધુ 11,592 દર્દીઓ રિકવર થયા

કુલ કેસ વધીને 13 લાખ 87 હજાર 411 થયા :મૃત્યુઆંક 21 હજાર 244 પર પહોંચી ગયો

નવી દિલ્હી : દેશનું પાટનગર દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં, 6430 નવા કેસ નોંધાયા છે અને આ વાયરસને કારણે 337 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 11 હજાર 592 લોકો સ્વસ્થ્ય થયા છે. દિલ્હીમાં સક્રિય કેસની સંખ્યા 66 હજાર 295 છે.

દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર રાજ્યમાં રાજ્યના કુલ કોરોના કેસ વધીને 13 લાખ 87 હજાર 411 થયા છે. આ સાથે જ સારવાર બાદ 12 લાખ 99 હજાર 872 દર્દીઓ સાજા થયા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મૃત્યુઆંક 21 હજાર 244 પર પહોંચી ગયો છે.

(12:48 am IST)
  • આંધ્રપ્રદેશમાં ૨૪ કલાકમાં ૨૨૫૧૭ નવા કેસ : આંધ્રપ્રદેશમાં ૨૪ કલાકમાં ૨૨૫૧૭ નવા કેસ, 98 મૃત્યુ અને કોરોનાની નાગચુડમાંથી ૧૮૭૩૯ સાજા થયા છે. access_time 12:42 am IST

  • કેન્દ્રીય હોમ મીનીસ્ટર અમીત શાહની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છના તમામ કલેકેટરો તથા ઍડી. કલેકટર સાથે વાવાઝોડા અંગે ખાસ વીસી યોજાઇ : રાજકોટ શહેર જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલમાં વિજ પુરવઠો જાળવી રાખવા ઓકસીજન લાઇન નો પુરવઠો જાળવી રાખવા આદેશો : દરેક હોસ્પીટલ ખાતે જીઇબીની ટીમ મુકાશે : રાજકોટ જીલ્લાના ઉપલેટા, ધોરાજી, ગોંડલ અને જેતપુર પંથકના નીચાણ વાળા તમામ વિસ્તારોમાંથી અંદાજે ર૦૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવા અંગે કાર્યવાહી શરૂ : ગ્રામ્યવિસ્તારમાં પણ જયાં પાણી વધુ ભરાતા હોય ત્યાંથી પણ સ્થળાંતર કરાશે : કલેકટરે દરેક મામલદાર પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસરો, ડીટીઓ વિગેરેને ઝડપી કાર્યવાહીના નિર્દેશો આપ્યા access_time 1:51 pm IST

  • તાઉતે વાવાઝોડાની સુરતમાં અસર દેખાઈ : શહેરમાં વાદળછાયા વાતાવરણમાં પુરઝડપે પવન ફૂંકાયો : શહેરના રાંદેર સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા: કેટલાક વિસ્તારમાં તુફાની પવન સાથે પતરા ઉડ્યા: તુફાની પવન અને વરસાદી છાંટાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 5:32 pm IST