Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રાકેશ ટિકૈતને ભારતીય કિસાન યૂનિયનમાંથી બહાર કરી દેવાયા :નરેશ ટિકૈતને અધ્યક્ષ પદેથી હટાવાયા

રાજેશ ચૌહાણને નવા અધ્યક્ષ બનાવાયા : લખનઉમાં આવેલી ગન્ના કિસાન સંસ્થાનમાં બીકેયૂ નેતાઓની મોટી બેઠકમાં લેવાયો નિર્ણય

લખનઉ : ભારતીય કિસાન યૂનિયન  સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે,કિશાન આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા રાકેશ ટિકૈતને બીકેયૂએ બહાર કરી દીધા છે. જ્યારે તેમના ભાઇ નરેશ ટિકૈતને   પણ અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. તેમના સ્થાને રાજેશ ચૌહાણને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

ભારતીય કિસાન યૂનિયનના સંસ્થાપક દિવંગત ચૌધરી મહેન્દ્રસિંહ ટિકૈતની પૂણ્યતિથીના પ્રસંગે રવિવારે 15 મે ના રોજ લખનઉમાં આવેલી ગન્ના કિસાન સંસ્થાનમાં બીકેયૂ નેતાઓની મોટી બેઠક થઇ હતી. જેમાં ટિકૈત ભાઈઓ સામે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટિકૈત પરિવાર વિરુદ્ધ ખેડૂતોમાં ઉભરેલી આ નારાજગી પછી ભારતીય કિસાન યૂ

(9:00 pm IST)