Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ફિલપકાર્ટએ વારાણસીના જિલ્લા વહિવટીતંત્રની સાથે સમર્થ પ્રોગ્રામ હેઠળ એમઓયુ સાઇન કર્યા

આ સહયોગ એમએસએમઇ, વણકરો, કુશળ કારીગરો અને દિવ્‍યાંગ વ્‍યકિતઓને ક્ષમતા નિર્માણમાં મદદ કરશે

વારાણસી,તા.૧૬:  ફિલપકાર્ટ ભારતની હોમગ્રોન ઇ-કોમર્સ માર્કેટપ્‍લેસ આજે જાહેર કરે છે કે, કંપનીએ ઉત્તરપ્રદેશ સરકારના વારાણસી જિલ્લા વહિવટીતંત્રની સાથે મેમોરેન્‍ડમ ઓફ અંડરસ્‍ટેન્‍ડિંગ (એમઓયુ) સાઈન કર્યા છે, જેનાથી તે વારાણસીના કલાકારો, વણકરો તથા દિવ્‍યાંગ લોકોને રાષ્ટ્રિય બજારમાં પ્રવેશ આપવા સમર્થ બનાવશે.

આ સહયોગ દ્વારા બનારસી સાડી, હાથવણાંટની કાર્પેટ્‍સ, ઝરદોજી કળા, મેટલ કળા અને હાથેથી બનેલી દારી જેવા રાજયની મુખ્‍ય બનાવટો ફિલપકાર્ટ પ્‍લેટફોર્મના ૪૦૦ મિલિયન ગ્રાહકો માટે પ્રાપ્‍ય બનશે. ફિલપકાર્ટ સમર્થ પ્રોગ્રામએ તાલિમ અને નિશ્ચિત સમય સુધી ઇન્‍ક્‍યુબેશન સપોર્ટ ઓપર કરશે, જે કલાકારો, વણકરો, દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓ અને કુશળ કારીગરોને ઇ-કોમર્સ દ્વારા તેમના બિઝનેસને વિકસાવવામાં મદદ કરશે.

વારાણસી ખાતેની એક ઇવેન્‍ટમાં શ્રી ભાનુપ્રતાપ સિંઘ વર્મા, ભારત સરકારના માઇક્રો, સ્‍મોલ અને મિડીયમ એન્‍ટરપ્રાઈઝના માનનિય રાજયમંત્રીની હાજરીમાં શ્રી ઉમેશ કુમાર સિંઘ, જોઇન્‍ટ કમિશનર ડિપાર્ટમેન્‍ટ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ, વારાણસી ડિવિઝન અને શ્રી રજનીશ કુમાર, ચીફ કોર્પોરેટ અફેર્સ ઓફિસર, ફિલપકાર્ટ ગ્રુપની વચ્‍ચે કરવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગની શોભા વધારતા મહેમાનોમાં- શ્રી રવિન્‍દ્ર જયસ્‍વાલ, રજિસ્‍ટ્રેશન અને સ્‍ટેમ્‍પના માનનિય મંત્રી, ઉત્તરપ્રદેશ સરકાર સહિતના અન્‍ય મહાનુભાવો જેવા કે, શ્રી નવનીત સેહગલ, એડિશનલ ચીફ સેક્રેટરી ડિપાર્ટમેન્‍ટ ઓફ એમએસએમઇ, ઇન્‍ફોર્મેશન, ખાદી અને એક્‍સપોર્ટ્‍સ, શ્રી દીપક અગ્રવાલ, ડિવિઝનલ કમિશનર, વારાણસી અને ડિસ્‍ટ્રીક્‍ટ મેજિસ્‍ટ્રેટ વારાણસી, શ્રી કૌશલ રાજ શર્માનો સમાવેશ થાય છે.

(11:55 am IST)