Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

કરાચી એરપોર્ટ પર ભારતથી દૂબઇ જતા એક ચાટર્ડ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ

કરાચીમાં ઉતરવાના કેટલાક સમય બાદ વિશેષ વિમાન તમામ 12 મુસાફરોને લઇને ફરીથી રવાના થઇ ગયુ :ઇમરજન્સી લેડીગનું કારણ સામે આવ્યુ નથી.

પાકિસ્તાનના કરાચી સ્થિત એરપોર્ટ પર ભારતથી દૂબઇ જઇ રહેલા એક ચાટર્ડ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ છે. આ ઘટના ત્યારે બની જ્યારે ભારતથી 12 મુસાફરને લઇને જઇ રહેલુ આ વિમાન પાકિસ્તાનના કરાચી શહેરમાં જિન્ના આંતરરાષ્ટ્રકીય એરપોર્ટ પર ઉતર્યુ હતુ. પાકિસ્તાની મીડિયાએ તેના વિશે જાણકારી આપી છે. ચોકાવનારી વાત આ છે કે તેનું કારણ સામે આવ્યુ નથી

ન્યૂઝ એજન્સીએ જિયો ન્યૂઝના હવાલાથી જણાવ્યુ કે હૈદરાબાદના રાજીવ ગાંધી આતંરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરનારા આ ચાટર્ડ વિમાન સ્થાનિક સમય અનુસાર બપોરના 12.10 વાગ્યે કરાચી એરપોર્ટ પર ઉતર્યુ હતુ. નાગર વિમાન પ્રાધિકરણના પ્રવક્તાએ તેની પૃષ્ટી કરતા કહ્યુ કે આંતરરાષ્ટ્રીય ચાટર્ડ વિમાને ભારતથી ઉડાન ભરી હતી અને આ સિવાય અન્ય કોઇ દેશ સાથે તેનો કોઇ સબંધ નથી.

એમ પણ કહેવામાં આવ્યુ કે કરાચીમાં ઉતરવાના કેટલાક સમય બાદ વિશેષ વિમાન તમામ 12 મુસાફરોને લઇને ફરીથી રવાના થઇ ગયુ હતુ. હજુ સુધી આ સ્પષ્ટ નથી કે અંતે વિમાન ક્યા કારણોસર કરાચી એરપોર્ટ પર ઉતર્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ ભારતથી ઉડાન ભરનારા બે વિમાન ટેકનિકલ કારણોસર ગત મહિને કરાચી એરપોર્ટ પર ઉતર્યા હતા.

(6:53 pm IST)