Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

અદાણી ટ્રાન્સમિશન 4 લાખ કરોડના માર્કેટ કેપ પર પહોંચનાર પ્રથમ કંપની બની

રોકાણકારોને પણ આ સિદ્ધિથી ઘણો લાભ થયો : એક વર્ષમાં અદાણી ટ્રાન્સમિશનના શેર ધારકોને લગભગ ત્રણગણુ વળતર મળ્યું

નવી દિલ્લી તા.16 : ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીની અદાણી ટ્રાન્સમિશન લી. ₹4 લાખ કરોડનું માર્કેટ કેપ પાર કરનાર પ્રથમ કંપની બની છે. અદાણી ગ્રૂપની આ પહેલી કંપની છે, જેનું માર્કેટ કેપ આ આસમાની આંકડે પહોંચ્યુ હોય. રોકાણકારોને પણ આ સિદ્ધિથી ઘણો લાભ થયો છે.

કેમ કે એક વર્ષમાં અદાણી ટ્રાન્સમિશનના શેર ધારકોને લગભગ ત્રણગણુ વળતર મળ્યું છે. અદાણી ટ્રાન્સમિશન પાવર સેક્ટરની કંપની છે. ભારતમાં પાવર ક્ષેત્રે કામ કરતી સૌથી મોટી ખાનગી કંપનીઓમાં અદાણી ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે.

માર્કેટ કેપ ચાર લાખ કરોડને પાર થવાને કારણે અદાણી ટ્રાન્સમિશન ભારતની માર્કેટ કેપની દૃષ્ટિએ 11મી મોટી કંપની બની છે. એશિયન પેઈન્ટ, આઈટીસી, ભારતી એરટેલ વગેરે કંપનીઓને અદાણી ટ્રાન્સમિશને પાછળ રાખી દીધી છે.

(7:45 pm IST)