Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

યુપી હત્યાઓમાં અવ્વલ : રાજસ્થાનમાં સૌથી વધુ રેપ

કોરોનાના કહેર વચ્ચે ભારતમાં ક્રાઇમ ૨૮% વધ્યા

નવી દિલ્હી,તા. ૧૬: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં દેશમાં ૨૦૨૦માં ગુના નોંધાવાના પ્રમાણમાં મોટાપાયે વધારો થયેલો જોવા મળ્યો હતો. ૨૦૧૯માં નોંધાયેલા આંકડાની સરખામણીએ ૨૦૨૦માં લોકડાઉન હોવા છતાં ગુનાખોરી વધી હતી. એનસીઆરબીના આંકડા મુજબ ૨૦૨૦માં દેશમાં ગુના નોંધાવામાં ૨૮ ટકાનો વધારો થયો હતો. આ અહેવાલ પ્રમાણે ૨૦૧૯ની સરખામણીએ ૨૦૨૦માં કાયદાનો ભંગ, નિયમો તોડવા અને પ્રતિબંધોને ફગાવી દેવા જેવા ગુના વધારે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો અને અન્ય કાયદા તોડવાનું પ્રમાણ ૨૦૨૦માં ૨૧ ગણું વધી ગયેલું જોવા મળ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે ૨૦૨૦માં દેશમાં કુલ ૬૬,૦૧,૨૮૫ કેસ નોંધવામાં આવ્યા હતા. તેમાં આઈપીસી હેઠળ ૪૨,૫૪,૩૫૬ કેસ જયારે સ્પેશિયલ લો અને લોકલ લો હેઠળ ૨૩,૪૬,૯૨૯ કેસ નોંધવામાં આવ્યા હતા. આમ જોવા જઈએ તો ૨૦૧૯ની સરખામણીએ સરેરાશ કુલ ૧૪,૪૫,૧૨૭ એટલે કે ૨૮ ટકા વધારે કેસ નોંધાયા હતા. ૨૦૧૯માં દેશમાં ૫૧,૫૬,૧૫૮ કેસ નોંધવામાં આવ્યા હતા.

ગૃહમંત્રાલયના અહેવાલ પ્રમાણે આઈપીસીની સેકશન ૧૮૮ હેઠળ નોંધાતા કેસમાં તોતિંગ વધારો થયો હતો. સરકારી અધિકારીઓ અને સરકાર દ્વારા અપાતા આદેશો, પ્રતિબંધો અને લાગુ કરાતા નિયમોના ભંગ બદલ આ કલમ હેઠળ કેસ લાગુ કરવામાં આવે છે. ૨૦૧૯માં આ કલમ હેઠળ ૨૯,૪૬૯ કેસ નોંધાયા હતા જે ૨૦૨૦માં વધીને ૬,૧૨,૧૭૯ પહોંચી ગયા હતા. તેવી જ રીતે આઈપીસીની અન્ય કલમો હેઠળ નોંધાતા કેસ જે ૨૦૧૯માં ૨,૫૨,૨૬૮ હતા તે ૨૦૨૦માં વધીને ૧૦,૬૨,૩૯૯ થઈ ગયા હતા. આ દરમિયાન કોવિડ નિયંત્રણો અને નિયમોનો સૌથી વધારે ભંગ કરવામાં આવ્યો છે.

એનસીઆરબીના અહેવાલ પ્રમાણે બાળકો અને મહિલાઓ સામેના કેસમાં પણ વધારો નોંધાયો હતો. તેમ છતાં મહિલાઓ સામેના કેસ છેલ્લાં બે વર્ષમાં સરેરાશ દ્યટયા છે. બાળકો સામેના કેસ દ્યણા વધ્યા છે. આ યાદીમાં ઉત્ત્।રપ્રદેશ ૧૭,૦૦૮ કેસ સાથે ટોચના સ્થાને છે. ત્યારબાદ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પિૃમ બંગાળ આવે છે. બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે, આંકડાની દૃષ્ટિએ ભલે યુપી મોખરે હોય પણ સરેરાશ ગુનાખોરી બાળકો સામે પિૃમ બંગાળમાં વધી છે. અહીંયા ૨૦૨૦માં બાળકો સામેના ગુનાના ૧૦,૨૪૮ કેસ નોંધાયા હતા. ૨૦૨૦નો આ આંકડો ૬૩ ટકા ઉછાળો દર્શાવે છે. ત્યારબાદ તામિલનાડુમાં ૪૪ ટકાનો વધારો થયો છે જે ૨૦૨૦માં બીજા ક્રમનો સૌથી મોટો વધારો છે.

દેશમાં રોજ સરેરાશ ૭૭ બળાત્કાર, રાજસ્થાનમાં સૌથી વધુ

કેન્દ્રીય અહેવાલો પ્રમાણે દેશમાં દરરોજ ૭૭ જેટલા બળાત્કારના કેસ નોંધવામાં આવે છે. ગત વર્ષે દેશમાં કુલ ૨૮,૦૪૬ બળાત્કારના કેસ નોંધાયા હતા. તેમાં રાજસ્થાન ટોચના સ્થાને છે જયારે ઉત્ત્।રપ્રદેશ બીજા ક્રમે રહ્યું હતું. બળાત્કાર પીડિતાઓમાં ૨૫,૪૯૮ પુખ્ત છે જયારે ૨,૬૫૫ સગીર છે. 

(10:31 am IST)