Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

હે ભગવાન.. ૧૧ વર્ષના બાળકે પાંચ વર્ષની બાળકીનું કર્યું જાતીય શોષણ

બાળકીએ તેની માતાને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હોવાથી તેને ડોકટર પાસે લઈ જવામાં આવી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી

મુંબઇ,તા. ૧૬: મુંબઈના સાકીનાકાની રેપની ઘટના હજી તો તાજી છે એવામાં એક અન્ય ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોમવારે બોઇસરમાં રહેતા ૧૧ વર્ષના વિદ્યાર્થીએ કથિત રીતે પાંચ વર્ષની બાળકીનું જાતીય શોષણ કર્યું હતું. બાળકીએ તેની માતાને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હોવાથી તેને ડોકટર પાસે લઈ જવામાં આવી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.

બોઇસર એમઆઇડીસી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર સુરેશ કદમે જણાવ્યું હતું કે 'બાળકી અને આરોપી એક જ પરિસરમાં પાસે રહે છે. બાળકીનાં માતા-પિતા બોઇસરમાં એક ઓદ્યોગિક એકમમાં કામ કરે છે. બાળકી એકલી હતી ત્યારે આરોપીએ તેને એક નિર્જન સ્થળે લઈ જઈને દુષ્કર્મ કર્યું હતું. જોકે બાળકીએ તેની માતાને પેટમાં ખૂબ દુખાવાની ફરિયાદ કરી હોવાથી તેને ડોકટર પાસે લઈ જવામાં આવી હતી. ડોકટરે તેને તપાસ કરતાં તેના પેટના નીચેના ભાગની બાજુએ નિશાન જોવા મળ્યાં હતાં. ત્યાર બાદ બાળકીને પૂછતાં તેણે તેની માતાને બધી વાત કરી હતી અને પછી અમને ફરિયાદ કરી હતી.'પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે 'અમે તપાસ કરીને આરોપીની ગઈ કાલે ધરપકડ કરી છે જે હિન્દી માધ્યમની સ્કૂલનો સાતમા ધોરણનો વિદ્યાર્થી છે અને પાડોશમાં રહે છે. આરોપીની કલમ ૩૭૬ અને પોસ્કો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ગઈ કાલે જુવેનાઇલ જસ્ટિસ કોર્ટે તેને ભિવંડીમાં ચિલ્ડ્રન્સ રિમાન્ડ હોમમાં જુડિશિયલ રિમાન્ડ પર મોકલ્યો હતો. બાળકીને જખમ આવ્યા હોવાથી તેને દહાણુની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અમે મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ અને તેના પર બળાત્કાર થયો છે કે નહીં એની વધુ તપાસ કરી રહ્યા છે. બાળકીની સ્થિતિ સ્થિર છે, પણ તે માનસિક આદ્યાતમાં આવી ગઈ છે.

(10:32 am IST)