Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

શરમજનક કિસ્સોઃ પતિએ પત્ની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બનાવવાનું શરૂ કર્યું : પત્નીની ફરિયાદ પરથી પોલીસે નોંધ્યો ગુનો

સાસુ, સસરા અને નણંદ દહેજમાં ૧૦ લાખ રૂપિયા લાવવા અને કારની માંગણી કરી હતી : દહેજ ન મળતા પતિએ તેની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બાંધવાનું શરૂ કરી દીધું હતું

ચૂરૂ,તા. ૧૬: રાજસ્થાનના ચુરુમાં ૨૭ વર્ષની મહિલાએ પોતાના પતિ ઉપર દહેજની માંગ પુરી ન થવા ઉપર અપ્રાકૃતિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો છે. આરોપીએ પોતાની પત્નીના અશ્લિલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પીડિતાની ફરિયાદ ઉપર પોલીસે પતિ સહિત છ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી. ત્યારબાદ પીડિતાનું રાજકીય ભરતિયા હોસ્પિટલમાં મેડિકલ બોર્ડની રચના કરીને મેડિકલ કરાવ્યું હતું.

પોલીસે પાસેથી મળતી માહિતી પ્રમાણે ચુરુ શહેરમાં રહેતી ૨૭ વર્ષીય પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. કે વર્ષ ૨૦૨૦માં તેના લગ્ન અનૂપગઢમાં થઈ હતી. પીડિતા પ્રમાણે ઓછું દહેજ મળતા તેની સાથે મારપીટ કરવામાં આવી રહી છે. આ બધું તે સહન કરી રહી હતી. તેનો પતિ તેની સાથે મારામારી કરતો હતો.

પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે હત તો ત્યારે થઈ હતી જયારે દહેજ માટે તેના પતિએ તેની સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધવા લાગ્યો હતો. સાસુ, સસરા અને નણંદ દહેજમાં ૧૦ લાખ રૂપિયા લાવવા અને કારની માંગણી કરી હતી.

પતિ તેને ધમકી આપતો હતો અને તેની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બાંધવાનું શરુ કરી દીધું હતું. મહિલાનો આરોપ છે કે તેના પતિએ ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહી છે તો તેના અશ્લીલ વીડિયો ઈન્ટરનેટ ઉપર વાયરલ કરી દેશે.

સતત અપ્રાકૃતિક શરીર સંબંધો અને દ્યરેલું હિંસાના કારણે તે શારીરિક અને માનસિક રૂપથી પરેશાન રહેવા લાગી હતી. ૧૯ જુલાઈ ૨૦૨૧ના દિવસે મહિલાએ પોતાની પુત્રીને મળવા માટે અનૂપગઢ પહોંચ્યા જયાં પતિ સહિત સાસરી પક્ષના લોકોએ બંને સાથે મારામારી કરી હતી અને દ્યરેની કાઢી મૂકયા હતા.

ચારુ મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સતપાલ બિશ્નોઈએ જણાવ્યું હતું કે, એક ફરિયાદ મળી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પરિણીતાને દહેજ માટે પરેશન કરવામાં આવતી હતી. એટલું જ નહીં પતિ તેની સાથે અપ્રાકૃતિક શરીર બાંધીને યૌનાચાર કરી રહ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે અત્યારના આધુનિક સમયમાં પણ દહેજપ્રથા જોવા મળે છે. સમાજમાં દહેજ માટે સાસરીના લોકોનો પરિણીતા ઉપર ત્રાસ ગુજારવાની અનેક દ્યટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. 

(10:33 am IST)