Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

બેડ બેંક માટે 30600 કરોડ રૂપિયાની ગેરન્ટી મંજુર : નાણામંત્રી નિર્મલા સીતારમણની મહત્વની જાહેરાત

માર્ચ 2018થી અત્યાર સુધી 3 લાખ કરોડથી વધુ રીકવરી : છેલ્લા 6 વર્ષોમાં 5 લાખ કરોડથી વધુ બેડ લોનની રીકવરી કરાઈ

નવી દિલ્હી :  નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે બહુપ્રતીક્ષિત બેડ બેંકની રચનાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે સરકાર નેશનલ એસેડ રીકન્સ્ટ્રક્શન કંપની (NARCL) એટલે બેડ બેંક તરફથી બેંકોને જારી થતી સિક્યોરિટી રિસીટને ગેરેન્ટી આપશે. આ ગેરન્ટી 30,600 કરોડ રૂપિયાની હશે. ઉલ્લેખનીય છે કે નાણામંત્રીએ આ વર્ષના બજેટમાં બેડ બેંકની સ્થાપનાને લઇ જાહેરાત કરી હતી.

પ્રેસ કોન્ફોરન્સને સંબોધિત કરતા નાણામંત્રીએ જણાવ્યું છે કે છેલ્લા 6 વર્ષોમાં 5 લાખ કરોડથી વધુ બેડ લોનની રીકવરી કરવામાં આવી છે. માર્ચ 2018થી અત્યાર સુધી 3 લાખ કરોડથી વધુ રીકવરી કરવામાં આવી છે. તમામ 2018-19માં બેન્કોના 1.2 લાખ કરોડ રૂપિયાએ લોન રિકવર કરવામાં જે પોતામાં જ એક રોકોર્ડ છે. આ દરમ્યાવ કેટલીક કંપનીઓએ રાઈટ-ઓફ થઈ ચુકેલી લોનની પણ વસૂલી કરવામાં આવી છે.

પત્રકારોને સંબોધતા નાણાપ્રધાને કહ્યું કે અમે ઈન્ડીયા ડેબ્ટ રિઝોલ્યુશન કંપની લિમિટેડની રચના કરી રહ્યાં છે. ઈન્ડીયા ડેબ્ટ રિઝોલ્યુશન કંપની લિમિટેડમાં પીએસબીની 49 ટકા તો બાકીની 51 ટકા હિસ્સેદારી ખાનગી પ્લેયર્સની રહેશે. નાણાપ્રધાને કહ્યું કે સરકારે ઝડપી નિકાલ માટે 6 નવા ડીઆરટીની રચના કરી દીધી છે. સરકાર દ્વારા આપવામાં આવનાર આ ગેરન્ટી પાંચ વર્ષ માટે રહેશે, જેના મારફતે અસ્કયામતોને લગતા પ્રશ્નોને સમયસર ઉકેલવામાં મદદ મળશે, તેમ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. બેન્કો માટે બેડ લોનની અવેજમાં NARCL 15 ટકા રકમ રોકડમાં અને 85 ટકા માટે સિક્યોરિટી રિસીપ્ટ ઈશ્યુ કરવામાં આવશે.

(7:54 pm IST)