Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

હવે આધાર કાર્ડમાં મળશે QR કોડની સુવિધા : ઓફલાઇન ડિટેલ પણ મળશે

પીવીસી આધાર કાર્ડને વધારે સલામત બનાવવા માટે તેમા QR કોડ ઉમેર્યો

નવી દિલ્હી : સરકારે આધાર કાર્ડને વધારે સલામત બનાવવા માટે તેમા QR કોડ ઉમેર્યો છે. તેના દ્વારા તમારા માટે તેનો ઉપયોગ સરળ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ આજે આપણું સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે. દરેક કામમાં તેની જરૂર પડે છે. મોટાભાગની સરકારી યોજનાઓના લાબ તેના મારફતે જ લેવામાં આવે છે.

સરકાર પીવીસી આધાર કાર્ડને વધારે સલામત બનાવવા માટે તેમા QR કોડ ઉમેર્યો છે. આ QR કોરડ તમે મોબાઇલથી સ્કેન કરશો તો તમારી બધી વિગત તમારી સામે આવી જશે

આવામાં તમે જ્યારે તમામ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકશો. પીવીસી કાર્ડ પર આધારની પ્રિન્ટ કરાવવા માટે 50 રૂપિયાની ફીની ચૂકવણી કરવી પડશે. પીવીસી કાર્ડ એક પ્રકારનું પ્લાસ્ટિક કાર્ડ હોય છે. તેનો ઉપયોગ એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડમાં કરવામાં આવે છે.

પીવીસી પર આધાર કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા UIDAIની  વેબસાઇટ પર જવું પડશે. તેના પછી માય આધાર સેક્શન પર જઈને ઓર્ડર આધાર પીવીસી કાર્ડ વિકલ્પનો પસંદ કરવાનો છે. આ પછી તમને 12 અંકોનો આધાર કાર્ડ નંબર નાખવાનું કહેવામાં આવશે. તેના પછી સિક્યોરિટી કોડ નાખવાની માંગ કરવામાં આવશે. તેના પછી તમારી પાસે ઓટીપી નંબર માંગવામાં આવશે. ઓટીપી નાખ્યા બાદ તમે તેને સુપ્રદ કરી દો. આમ કરવાથી તમારી સ્ક્રીન પર આધાર સાથે સંલગ્ન વિગતો આવી જશે. તેના પછી તમને પેમેન્ટ કરવાનું કહેવામાં આવશે. તમારા 50 રૂપિયાની ચૂકવણી કરતાં જ તમારો ઓર્ડર પ્લેસ થઈ જશે, તેની સાથે થોડાક જ દિવસોમાં કાર્ડ તમારા ઘરે આવી જશે

(12:00 am IST)