Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણંય : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આગામી વર્ષથી મોંઘવારી ભથ્થુ ચૂકવાશે

જુલાઈ 2021માં ડીએમાં ચાર ટકાનો વધારો થશે : લાખો કર્મચારીઓને મળશે લાભ : આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવાના પગલે નિર્ણંય

નવી દિલ્હી : કોરોનાના રોગચાળાના લીધે સરકાર દ્વારા વડાપ્રધાનથી લઈને સાંસદો, ધારાસભ્યો અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના પગાર તથા ભથ્થામાં કાપ આવ્યો છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ઘટાડો થયો નથી, પરંતુ સરકારે દર વર્ષે મળતા મોંઘવારી ભથ્થાં આ વખતે રોકી દીધા છે. પરંતુ હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના  સમાચાર આવી ગયા છે.

કેન્દ્ર સરકારે અગાઉ આ વર્ષે જાન્યુઆરીથી લઈને આગામી વર્ષ જુલાઈ સુધીમાં તેના કર્મચારીઓ અને પેન્શનરોને મળતા વાર્ષિક મોંઘવારી ભથ્થાંને રોક્યુ હતુ. પરંતુ આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવાના પગલે સરકારે આ પગલું દૂર કર્યુ છે. સરકાર હવે તેમા ચાર ટકાનો વધારો કરી ચૂકી છે. એક સૂત્રના જણાવ્યા મુજબ જુલાઈ 2021માં ડીએમાં ચાર ટકાનો વધારો થશે. આમ સરકાર DA)આગામી જુલાઈથી તેની ચૂકવણી કરવાનું શરૂ કરશે

વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારની નોકરીઓમાં 50 લાખથી વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. સરકારે આ સિવાય 61 લાખ પૂર્વ કર્મચારીઓને પેન્શન આપે છે. આમ સરકારમાં કામ કરનારા લોકો કરતાં પેન્શનરની સંખ્યા વધારે છે. તેમા મોટી રકમનો ખર્ચ થાય છે, પરંતુ આ વખતે કોરોનાના રોગચાળાએ સરકારનું બજેટ બગાડી નાખ્યું છે.

કેન્દ્ર સરકારને મળતી વાર્ષિક કર આવક ઘણી )ઓછી થઈ ગઈ છે. હાલમાં કેન્દ્ર સરકારને ફક્ત પ્રત્યક્ષ વેરામાંથી આવક થાય છે, પરંતુ પરોક્ષ વેરાની આવકનું કલેક્શન ઘણું ઘટી ગયું છે. તેના લીધે સરકારે સરકારી કર્મચારીઓને વર્ષમાં બે વખત દેવામાં આવતા મોંઘવારી ભથ્થાની રકમ આપવાનો ઇન્કાર કર્યો હતો. જો કે પરિસ્થિતિ સુધરતા સરકાર નિયમિત રીતે ભથ્થાં દેવા લાગી છે. સરકારી કર્મચારીઓ માટે ખોટનો સોદો એ છે કે સરકાર વચ્ચેના દોઢ વર્ષ જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધી કોઈ ભથ્થું નહીં આપે.

(12:00 am IST)