Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

દિવાળીના દિવસોમાં વેપારીઓઍ ૭૨ હજાર કરોડનો ધંધો કર્યો

નવી દિલ્હી : કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીઍઆઇ) ઍ જણાવ્યા મુજબ દેશની મુખ્ય બજારોમાં દિવાળી પર અંદાજે રૂ.૭૨૦૦૦ કરોડ રૂપિયાનો વ્યાપાર થયો હતો. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ચીની સામાન નહીં ખરીદવા દેશવાસીઓઍ મન બનાવ્યાના કારણે સ્થાનિક વેપારીઓને સારો ઍવો લાભ મળ્યો છે. ઍક સર્વે મુજબ દિવાળીના તહેવારો લઇને મુખ્ય બજારોનો વ્યાપાર ૭૨ હજાર કરોડ નોધાયો હતો. જેની સામે ચીની સામાન વેચનારાઓને ૪૦ હજાર કરોડનું નુકશાન વેઠવુ પડયુ હતુ.

દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, બેગ્લોર, કલકતા, નાગપુર, રાયપુર, ભુવનેશ્વર, રાંચી, ભોપાલ, કાનપુર, નોઇડા, જમ્મુ, અમદાવાદ, સુરત, જયપુર, ચંદીગઢ સહીત ૨૦ જેટલા શહેરોને આ સર્વેમાં આવરી લેવાયા હતા. સીઍઆઇટીઍ જણાવેલ કે દિવાળી તહેવારો દરમિયાન વાણિજય બજારોમાં વધુ ધંધો જાવા મળ્યો. જે સારા ભવિષ્યના નિર્દેશો આપે છે. ખાસ કરીને ઍફઍમસી, રમકડા, વિજળીથી ચાલતા ઉપકરણો, ઇલેકટ્રોનિકસ સાધનો, મીઠાઇ, ઘર સજાવટની વસ્તુઓ, ફર્નીચર, વાસણ, આભુષણની બજારોમાં રોનક વધુ જાવા મળી છે. (૧૬.૧)

 

(12:46 pm IST)