Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન 6 ડિસેમ્બરે આવશે ભારત :પીએમ મોદી સાથે દ્વિપક્ષીય શિખર બેઠક યોજાશે

રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોગૂ અને વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ પણ પુતિન સાથે ભારત આવશે અને રાજનાથ સિંહ અને એસ. જયશંકર સાથે બેઠક કરશે.

 

નવી દિલ્હીઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આવતા મહિને ભારતની મુલાકાતે આવવાના છે. 6 ડિસેમ્બરે નવી દિલ્હીમાં તેમની અને વડા પ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય શિખર બેઠક યોજાશે.

રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોગૂ અને વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ પણ પુતિન સાથે ભારત આવવાના છે. તેઓ એમના સમોવડિયા અનુક્રમે રાજનાથ સિંહ અને એસ.

જયશંકર સાથે બેઠક કરશે. પુતિનની આ મુલાકાતથી ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધારે મજબૂત બનશે એવી ધારણા છે.

(12:33 am IST)