Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

એમેઝોનના જંગલમાં પક્ષીઓના વજન ઘટ્યા : પાંખ મોટી થઇ રહી છે

જળવાયુ પરિવર્તનની અસર

નવી દિલ્હી,તા. ૧૬ : જળવાયુ પરિવર્તનની અસર એવી જગ્યાએ પણ જોવા મળી રહી છે જે સીધી રીતે માનવીય ગતિવિધીઓથી જોજનો દૂર છે. જર્નલ સાયન્સ એડવાન્સમાં છપાયેલ એક શોધ મુજબ એમેઝોનના વર્ષાવનોમાં પક્ષીઓની ઘણી પ્રજાતિઓના શરીર ઘટી ગયા છે. જ્યારે પાંખનો આકાર મોટો થયો છે. લુઇસિયાના યુનિવર્સિટીના રિસર્ચમાં અનુમાન લગાડાયું છે કે આ બદલાવ જળવાયુ પરિવર્તનના કારણે પક્ષીઓની સામે આવેલ પોષણ અને અન્ય પડકારોની પ્રતિક્રિયાઓના રૂપે આવ્યો હશે. ૧૯૮૦ના દાયકાની તુલનામાં પક્ષીઓનું વજન ઘટી ગયા છે.

(2:33 pm IST)