Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

દેશમાં 287 દિવસ પછી કોરોનાના ઓછા કેસો નોંધાયાઃ 8000 નવા કેસ

વિકલી પોઝીટીવીટી રેટ છેલ્લા 53 દિવસથી 2 ટકાની નીચે આવી ગયો

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસ પર પુરી રીતે કાબુ મેળવવામાં આવી રહ્યો છે. દેશમાં 287 દિવસમાં સૌથી ઓછા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં આજે 24 કલાકમાં કોરોના વાયરસના 8865 નવા કેસ દર્જ કરવામાં આવ્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા 197 રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં 24 કલાકની અંદર નવા કેસથી વધુ રિકવરી કરનારા દર્દીની સંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં 11971 દર્દી સ્વસ્થ થયા છે. દેશમાં 130792 એક્ટિવ કેસ છે, જે 525 દિવસમાં સૌથી ઓછા છે. ડેલી પૉઝિટિવિટી રેટ પણ ઘટીને 0.80 ટકા પર આવી ગયો છે.

વીકલી પોઝિટિવિટી રેટ 0.97 ટકા છે જે છેલ્લા 53 દિવસથી 2 ટકાની નીચે છે. છેલ્લા 24 કલાકમાં 59,75,469 વેક્સીનેશન થયુ છે. અત્યાર સુધી કુલ 1,12,97,84,045 વેક્સીનેશન થઇ ચુક્યુ છે.

કાલના મુકાબલે આટલા ઓછા કેસ

કાલે દેશમાં કોરોનાના 10,229 નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન કોરોનાને કારણે 125 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. બીજી તરફ કોરોનાના કુલ કેસની વાત કરીએ તો કાલે તેમની સંખ્યા 34,447,536 હતી. કોરોનાથી 11,926 લોકો સ્વસ્થ થયા હતા. કુલ 33,849,785 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. બીજી તરફ કોરોનાથી અત્યાર સુધી 463,655 લોકોના મોત થઇ ચુક્યા છે.

(5:42 pm IST)