Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

૯ બાળકોને સાઇકલ પર સ્‍કૂલે લઈ જતા વ્‍યક્‍તિનો વીડિયો વાયરલ

આ ચોંકાવનારો વીડિયો જોઈને યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે

લંડન, તા.૧૬: સાયકલ પર શાળાએ જતા બાળકોઃ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર બાળકોનો એક વીડિયો બધાનું ધ્‍યાન ખેંચી રહ્યો છે, જે તમારા મનને એક મિનિટ માટે અચંબામાં મૂકી દેશે. ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેટલાક બાળકો સાઈકલ ચલાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાઈકલ પર એક-બે નહીં પરંતુ નવ બાળકો છે, જે ખૂબ જ વિચિત્ર રીતે એડજસ્‍ટ થઈને પોતાના ગંતવ્‍ય તરફ જતા જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્‍યક્‍તિ સાઈકલ ચલાવી રહ્યો છે, જેની આગળ અને પાછળ લગભગ નવ બાળકો લદાયેલા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ બાળક સાઈકલના કેરિયર પર બેઠું છે, જ્‍યારે બીજું આગળના પોલ પર બેઠું છે. તે જ સમયે, એક બાળક સાયકલના આગળના વ્‍હીલની ઉપર બનેલા કવર પર બેઠેલું જોવા મળે છે. આ સિવાય કેટલાક બાળકો વ્‍યક્‍તિના ખભા પર લટકેલા છે. વીડિયોમાં બાળકો જે રીતે બેઠા છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે આ તેમનું રોજનું કામ છે. વીડિયોમાં કેટલાક બાળકો સ્‍કૂલ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. સાથે જ કેટલાક બાળકો કલર ડ્રેસમાં જોવા મળે છે. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે સાઈકલ પર સવાર એક વ્‍યક્‍તિ આ બાળકોને સ્‍કૂલે મૂકવા જઈ રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર @JaikyYadav16 નામના ટ્‍વિટર હેન્‍ડલ પર શેર કરવામાં આવ્‍યો છે. આ વીડિયોને શેર કરતા કેપ્‍શનમાં લખ્‍યું છે કે, ‘આજે વિશ્વની વસ્‍તી ૮ અબજ થઈ ગઈ છે, આવા માનવીઓએ આ ઉપલબ્‍ધિ હાંસલ કરવામાં ઘણું યોગદાન આપ્‍યું છે.' આ વીડિયો કયારે અને કયાંનો છે, તેનો ખુલાસો હજુ થયો નથી. આ વીડિયોને અત્‍યાર સુધીમાં 69.1K વ્‍યૂઝ મળ્‍યા છે, જ્‍યારે આ વીડિયોને ત્રણ હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે

વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્‍યું કે, ‘જરૂરી નથી કે બધા તેના બાળકો જ હોય.' તે જ સમયે, અન્‍ય એક યુઝરે લખ્‍યું, ગરીબી સ્‍પષ્ટ દેખાઈ રહી છે, સંયુક્‍ત પરિવારમાં એક જ સાઈકલ હોઈ શકે છે. બાય ધ વે, તે ફોટામાં આફ્રિકન લાગી રહ્યો છે અને તમે ત્‍યાંની ગરીબી જાણો છો. વિડીયોના બેકગ્રાઉન્‍ડમાં દક્ષિણ ભારતીય ભાષામાં ગીતને એડીટીંગમાં ઉમેરવામાં આવ્‍યું છે. વીડિયો જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કોઈ આફ્રિકન દેશનો છે.

(10:37 am IST)