Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

૫૧ ભૂતપૂર્વ અને વર્તમાન સાંસદો વિરૂધ્‍ધ મની લોન્‍ડ્રીંગના કેસ પેન્‍ડિંગ

એક કેસની સુનાવણી દરમયાન સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા આંકડા

નવી દિલ્‍હી તા. ૧૬ : દાગી નેતાઓ વિરુદ્ધ પેન્‍ડિંગ કેસોનેટૂંકસમયમાંઉકેલવા માટેની અરજી પર સુનાવણી દરમ્‍યાનકોર્ટ સલાહકારે સુપ્રીમ કોર્ટનેજણાવ્‍યું છે કે ૫૧ ભૂતપૂર્વ અને વર્તમાન સાંસદો વિરૂદ્ધ પ્રિવેન્‍શન ઓફ મની એકટહેઠળ કેસ ચાલી રહ્યો છે. જોકે રિપોર્ટમાં એ વાત જણાવામાં આવી નથી કે તેમાં કેટલા હાલના અને કેટલા ભૂતપૂર્વ સાંસદ છે. રિપોર્ટમાં કહેવામાઆવ્‍યું છે કે દેશમાં વર્તમાન અને પૂર્વ સાંસદો, વિધાયકો વિરૂદ્ધ હાલમાં ૪૯૮૪ કેસ પેન્‍ડિંગ છે.

સુપ્રીમ કોર્ટમાં રજૂ રિપોર્ટમાં કહેવામા આવ્‍યું છે કે દેશભરમાં ૭૧ વિધાયક એવા છે. જેના વિરુદ્ધ કેસ પેન્‍ડિંગ છે. તેમાં એમએલએઅને એમએલસી બન્ને સામેલ છે. આ મામલે વકીલ વિજય હંસારીયાને કોર્ટ સલાહકાર બનાવામાં આવ્‍યા છે.

રિપોર્ટમાં એ પણ કહેવમાં આવ્‍યું છે કે ભૂતપૂર્વઅને હાલના સાંસદોવિરુદ્ધ સીબીઆઈનાકુલ ૧૨૧ કેસ નોંધાયેલા છે. આ આંકડા ડિસેમ્‍બર ૨૦૨૧ સુધીના છે. અત્‍યાર સુધી ભૂતપૂર્વ અને વર્તમાન સાંસદો, વિધાયકો વિરૂદ્ધ કુલ ૪૯૮૪ કેસ પેન્‍ડિંગ છે. તેમાં ૧૮૯૯ કેસ પાંચ વર્ષથી વધુ સમયથી પેન્‍ડિંગ છે. બે વર્ષ થી પાંચ વર્ષ વચ્‍ચે ૧૪૭૫ કેસ તેમજ બે વર્ષ સુધીના જુના૧૫૫૯૯ કેસ પેન્‍ડિંગ છે.

(11:52 am IST)