Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

રીયલ એસ્‍ટેટમાં ૯૦% ઘટયો રોકડ વ્‍યવહાર

તંત્રની ચાંપતી નજર હોવાથી લોકો રોકડની હેરફેર ટાળવા લાગ્‍યા : ઇલેકશન ઇફેકટ

નવી દિલ્‍હી, તા.૧૬: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે માંડ બે અઠવાડીયા રહ્યા છે અને આચાર સંહિતા લાગુ છે ત્‍યારે રીયલ એસ્‍ટેટ સેકટરના લગભગ ૯૦ ટકા રોકડ વ્‍યવહારો પડતા મુકાયા છે. રીયલ એસ્‍ટેટ સેકટરમાં મોટા પ્રમાણમાં રોકડ વ્‍યવહારો થતા હોય છે.
રીયલ એસ્‍ટેટ સેકટરના નિષ્‍ણાંતોએ કહ્યું કે પૂછપરછ તો ચાલુ જ છે પણ સોદાઓ અત્‍યારે ચુંટણી પુરી થાય ત્‍યાં સુધી રોકી દેવાયા છે ખાસ કરીને જેમાં મોટા ટ્રાન્‍ઝેકશન હોય તેવા તેમણે કહ્યું કે ડેવલપરો અને ખરીદનારાઓ શહેરમાં પોલીસ દ્વારા ચેકીંગના કારણે રોકડની હેરફેર ટાળી રહ્યા છે. શહેરમાં વાહનોના દિવસ-રાત ચેકીંગ માટે ૧૫૦ થી વધારે પોલીસ ટીમ અને ચેક પોઇન્‍ટ ઉભા કરાયા છે.
એક ડેવલપરે કહ્યું, ‘ચૂંટણી દરમ્‍યાન રોકડની હેરફેર અઘરી બનવાની ખબર હોવાથી અમે બને તેટલા સોદાઓ દિવાળી પહેલા પતાવી નાખવાના પ્રયત્‍નો કર્યા હતા. અત્‍યારે શહેરમાં જોરદાર ચેકીંગ ચાલતુ હોવાથી ડેવલપરો અને ગ્રાહકો શહેરમાં રોકડની ચેકીંગ ચાલતુ હોવાથી ડેવલપરો અને ગ્રાહકો શહેરમાં રોકડની હેરફેર ટાળી રહ્યા છે.
રીયલ એસ્‍ટેટના એક કન્‍સલ્‍ટન્‍ટ લલીત અડવાણીએ કહ્યું, ‘ગુજરાતમાં રોકડ નાણાંની હેરફેરના પડકારોના કારણે આચારસંહિતા દરમ્‍યાન મોટા ભાગે સોદો ફાઇનલ કરવાનું ટાળી રહ્યા છે.' સાવન્‍નાહ રીયાલીટી એલએલપીના સ્‍થાપક આશીષ પટેલે કહ્યું, ચૂંટણીના કારણે સોદા ૫૦ ટકા જેટલા ઘટયા હોવાનું દેખાઇ રહ્યું છે.

 

(11:57 am IST)