Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

રાજકોટ સહિત સંજીવની મેટ્રોપોલિસ લેબ ઉપર આયકર ખાતાના દરોડા

દેશની અગ્રણી પેથોલોજીસ્‍ટ અને ડાયગ્નોસ્‍ટિક સેકટર ઉપર આવકવેરાની તપાસથી મેડીકલ ક્ષેત્રે ખળભળાટ : મુંબઇ, અમદાવાદ, વડોદરા, સુરતના સ્‍થળોએ કાર્યવાહી

રાજકોટ તા. ૧૬ : દેશની અગ્રણી પેથોલોજીસ્‍ટ અને ડાયગ્નોસ્‍ટિક સંજીવની મેટ્રોપોલિસ લેબોરેટરી ઉપર આજ સવારથી આવકવેરા વિભાગે દરોડા પાડતા મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ ઇન્‍કમટેકસ વિભાગ દ્વારા આજ સવારથી મુંબઇ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના સ્‍થળોએ આવેલી સંજીવની મેટ્રોપોલિસ લેબોરેટરી ઉપર આવકવેરા વિભાગના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ત્રાટકીયા છે. આવકવેરા વિભાગ દ્વારા લેબોરેટરીના નાણાકીય વ્‍યવહારો તેમજ ખરીદીના વ્‍યવહારો ઉપર તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

રાજકોટના વિરાણી ચોક નજીક આવેલ સંજીવની મેટ્રોપોલિસ લેબોરેટરી ઉપર આવકવેરા વિભાગ પોલીસ કાફલા સાથે તપાસ હાથ ધરતા રાજકોટના મેડિકલ ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે.  આવકવેરા વિભાગના દરોડા રાષ્‍ટ્રીય કક્ષાએથી હાથ ધરાયા હોવાનું જાણવા મળે છે.

(3:30 pm IST)