Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

આપણે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્‍ટાર્ટઅપ હબ : નરેન્‍દ્રભાઇ

બેંગલોર ટેક સમિટને વડાપ્રધાનનું સંબોધન

બેંગલુરૂ તા.૧૬ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો સંદેશ દ્વારા બેંગલુરુ ટેક સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે તમામ મહત્‍વની બાબતો પર પ્રકાશ ફેંક્‍યો હતો. ઉપરાંત, પીએમએ તેમના સંબોધનમાં બેંગલુરુને આઈટીનું હબ ગણાવ્‍યું હતું.ᅠ
બેંગલુરૂ ટેક સમિટ-૨૦૨૨ની ૨૫મી આવૃત્તિના ઉદ્‍ઘાટન સમયે પીએમ મોદીએ કહ્યું કે બેંગલુરૂ ઘણા વર્ષોથી ઈન્‍ડિયા ઈનોવેશન ઈન્‍ડેક્‍સમાં નંબર-૧ પર છે. ભારતની નવીનતા અને ટેક્‍નોલોજીએ પહેલાથી જ વિશ્વને પ્રભાવિત કર્યું છે. પરંતુ આપણું ભવિષ્‍ય વર્તમાન કરતાં ઘણું મોટું હશે, ભારતમાં ટેકનોલોજીકલ પ્રવેશની સાથે સાથે નવીન યુવાનો પણ વધી રહ્યા છે.
વડા પ્રધાને તેમના સંબોધનમાં વધુમાં જણાવ્‍યું હતું કે ભારતે આ વર્ષે ગ્‍લોબલ ઈનોવેટિવ ઈન્‍ડેક્‍સમાં ૪૦ રેન્‍ક કૂદકો માર્યો છે. વર્ષ ૨૦૧૫માં અમે ૮૧મા સ્‍થાને હતા. ભારતમાં યુનિકોર્ન સ્‍ટાર્ટઅપ્‍સની સંખ્‍યા બમણી થઈ ગઈ છે. આવી સ્‍થિતિમાં આપણે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્‍ટાર્ટઅપ હબ છીએ.ᅠ
વિડિયો સંદેશ દ્વારા સમિટને સંબોધતા તેમણે વધુમાં કહ્યું કે કોવિડના સમયમાં દરેક નાના વેપારીઓને લઈને ચિંતિત હતા અને અમે તેમને મદદ કરી. પરંતુ અમે એક ડગલું આગળ વધીને શેરી વિક્રેતાઓને પણ મદદ કરી. અમે તેમને તેમનો વ્‍યવસાય ફરીથી શરૂ કરવા માટે વધારાની કાર્યકારી મૂડી પ્રદાન કરી છે.ᅠ
પોતાનું સંબોધન ચાલુ રાખતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે છેલ્લા ૮ વર્ષમાં બ્રોડબેન્‍ડ કનેક્‍શનનો આંકડો ૬૦ મિલિયનથી ઘટીને ૮૧૦ મિલિયન પર આવી ગયો છે. સ્‍માર્ટફોન યુઝર્સ પણ ૧૫૦ મિલિયનથી વધીને ૭૫૦ મિલિયન થઈ ગયા છે. આવી સ્‍થિતિમાં, ગ્રામીણ વિસ્‍તારોમાં ઇન્‍ટરનેટનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે.
સંબોધનના અંતમાં પીએમ મોદીએ રોકાણકારોને કહ્યું કે તમારૂ રોકાણ અને અમારી નવીનતા અજાયબી કરી શકે છે. સૌને સાથે આવવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે હું તમને બધાને સાથે આવવા આમંત્રણ આપું છું. તે જ રીતે, આપણે વિશ્વની સમસ્‍યાઓ હલ કરવામાં નેતૃત્‍વ કરી શકીશું.

 

(3:35 pm IST)