Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

હાથ-પગમાં કળતર થાય તો વિટામીન ઇ વાળો ખોરાક લઇ શકાયઃ લાંબો સમય સુધી એક જ સ્‍થિતિમાં બેસવાનું ટાળવુ જોઇએ

વિટામીન ઇ ની ઉણપ માટે ખોરાકમાં મગફળી, બદામ અને સુર્યમુખીનું તેલ લઇ શકાય

નવી દિલ્‍હીઃ શરીરમાં વિટામીન ઇ ની ઉણપ હોય તો ઘણા લોકોને હાથ-પગમાં કળતર થાય છે. વિટામીન ઇ ની ઉણપ નિવારવા માટે ખોરાકમાં મગફળી, બદામ અને સુર્યમુખીનું તેલ લેવુ જોઇએ. એક જ સ્‍થિતીમાં બેસવાનું ટાળવુ જોઇએ.

જો તમને પણ હાથ-પગમાં કળતરની સમસ્યા થાય છે તો તેમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું ન જોઈએ. ત્યારે તેમને કંઈક અલગ પ્રકારની કળતર થવા લાગે છે. એવું લાગે છે કે કોઈ આપણને કરંટ આપી રહ્યું છે, શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે આવું કેમ થાય છે? તેની પાછળ એક કારણ એ પણ છે કે તમારા શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ છે. જે તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે? તમે આ સમસ્યાને ઘરે જ ઠીક કરી શકો છો. આ માટે તમારે તમારા આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ કરવી પડશે.

ક્યાં વિટામિનની ખામીથી થઈ શકે છે મુશ્કેલી

શરીરમાં વિટામિન Eની ઉણપને કારણે હાથ- પગમાં કળતર વધતા લાગે છે. આ ઉણપને પૂરી કરવા માટે તમે તમારી દિનચર્યામાં ઘણી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આ રીતે તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

વિટામિનની ઉણપને કેવી રીતે પૂરી કરવી?

 1.  વિટામિનની ઉણપને પૂરી કરવા માટે રોજ નાસ્તા તરીકે ખાવામાં આવતી મગફળી પણ એ યાદીમાં સામેલ છે જેમાં વિટામીન E ભરપૂર માત્રામાં જોવા મળે છે.તમે તમારા આહારમાં એવોકાડો પણ સામેલ કરી શકો છો. તેનાથી તમારા શરીરમાં વિટામીન E ની ઉણપ પૂરી થશે.

2.બદામને વિટામિન E નો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. ઘણા લોકો તેને કાચું ખાવાનું પસંદ કરે છે અને ઘણા લોકો તેને પલાળીને ખાય છે. આ ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.

3. તમે સૂર્યમુખી તેલ સાથે દરરોજ રસોઇ કરી શકો છો, તેમાં વિટામિન ઇ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

 હાથ-પગમાં કળતર કેમ થાય છે?

હાથ અને પગમાં કળતર થવાનું સૌથી મોટું કારણ વિટામિન Eની ઉણપ છે. આ પોષક તત્ત્વો એન્ટી-ઓક્સિડન્ટ્સ છે, જે મુક્ત રેડિકલને કારણે થતા નુકસાનને ઘટાડી શકે છે. સૂર્યના કિરણો, હવામાં રહેલી ગંદકીને કારણે તેઓ તમને નુકસાન પણ કરી શકે છે. આથી આવા ખોરાક ખાઓ જેથી આ વિટામિનની પૂર્તિ થઈ શકે.

(5:15 pm IST)