Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

કર્ણાટકમાં પૂર્વ જેડીએસ નેતાની હત્યા કરવામાં આવી હતી: ભાજપમાં જોડાવાના હતા: ૬૪ વર્ષના મલ્લિકાર્જુન મુથ્યાલના પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન હત્યાના એક દિવસ પહેલા મુથ્યાલે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ પણ ભાગ લીધો હતો.

મુથ્યાલ કર્ણાટકના કાલબુર્ગી જિલ્લાના હતા.  મુથ્યાલના પુત્ર વેંકટેશ ખે છે "મારા પિતા  ચોરીની ઘટના પછીથી દુકાનમાં સૂતા હતા. મને શંકા છે કે મારા પિતાની નિર્દયતાથી હત્યા કરી પૈસા લૂંટી લીધા, દસ્તાવેજો પણ ફાડી નાખ્યા છે.મુથ્યાલ તાજેતરમાં જ જેડીએસ છોડીને ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા હતા.  સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ પૂર્વ વડાપ્રધાન અને મુખ્યમંત્રી એચડી દેવગૌડાની પાર્ટી છોડીને બીજેપીના કાર્યક્રમોમાં જતા હતા.  વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું, "તે એક ઈલેક્ટ્રોનિક દુકાનનાત માલિક હતા. તે સોમવારે રાત્રે તેની દુકાનમાં સૂતા હતા. મંગળવારે સવારે તેની હત્યા કરવામાં આવી હતી. તેના પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળી આવ્યા હતા. એવું લાગે છે કે તેમના પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો.

(8:49 pm IST)