Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

માસ્કને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય:વિમાનમાં મુસાફરી કરનારા યાત્રિકો માટે એડવાઇઝરી કરી જાહેર

. સરકારે કહ્યું કે વિમાનમાં મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું હવે ફરજિયાત રહેશે નહીં, પરંતુ મુસાફરોએ તેનો ઉપયોગ કરવાનું બંધ ન કરવું જોઈએ

નવી દિલ્હી :કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે વિમાનમાં મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું હવે ફરજિયાત રહેશે નહીં, પરંતુ મુસાફરોએ તેનો ઉપયોગ કરવાનું બંધ ન કરવું જોઈએ. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને વાયરસનો કહેર હવે ઘણો ઓછો થયો છે. કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને કોરોનાને લઈને લાદવામાં આવેલા નિયંત્રણો પણ ઓછા કરવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.

  નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડની નવી માર્ગદર્શિકા અનુસાર, હવે ઘરેલુ હવાઈ મુસાફરી દરમિયાન ચહેરા પર માસ્ક ન પહેરવા બદલ મુસાફરોને દંડ કરવામાં આવશે નહીં. ડોમેસ્ટિક એર પેસેન્જર્સને ફેસ માસ્ક ન પહેરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે પરંતુ હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દરમિયાન ફેસ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

(9:36 pm IST)