Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

સંજય રાઉતની વધશે મુશ્કેલી :EDએ ફરી મોકલી નોટિસ: 18મીએ પૂછપરછ માટે હાજર થવા કહેણ

બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલ સુધારેલી અરજીમાં EDએ સંજય રાઉતના જામીન રદ કરવાની માંગ કરી

નવી દિલ્હી :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતને ફરીથી નોટિસ મોકલી છે. રાઉતને 18 નવેમ્બરે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં સંજય રાઉતને પત્રાચોલ કૌભાંડ કેસમાં જામીન મળી ગયા છે. તેને 15,000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. જામીન સાથે કેટલીક શરતો પણ સામેલ છે. આ શરતોમાં એક શરત એ પણ છે કે જ્યારે પણ તેમને તપાસ કે પૂછપરછ માટે બોલાવવામાં આવશે ત્યારે તેમણે સંબંધિત તપાસ એજન્સીને સહકાર આપવો પડશે. EDએ બોમ્બે હાઈકોર્ટમાં સુધારેલી અરજી પણ દાખલ કરી હતી

    બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલ સુધારેલી અરજીમાં EDએ સંજય રાઉતના જામીન રદ કરવાની માંગ કરી છે. એટલે કે સંજય રાઉતની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી. 100 દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન આપ્યા હતા. તે પછી પણ EDએ તેને પડકાર ફેંકીને બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે જામીનના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે EDને કહ્યું હતું કે મુંબઈ સેશન્સ કોર્ટને સુનાવણીમાં એક મહિનાથી વધુ સમય લાગ્યો હોય તેવા મામલામાં તે એક દિવસમાં ચુકાદો કેવી રીતે આપી શકે 

(12:23 am IST)