Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

પોતાનું વતન છોડી વિદેશોમાં વસતા લોકોમાં ભારતીયો અગ્રક્રમે : દુનિયાના તમામ ખંડોમાં ભારતીયો વસે છે : અમેરિકા ,યુ.એ.ઈ.,તથા સાઉદી અરેબિયામાં વસતા વિદેશીઓમાં 1 કરોડ 80 લાખની વસતિ સાથે ભારતીયો પ્રથમ ક્રમે : યુનાઇટેડ નેશન્સનો 2020 ની સાલનો અહેવાલ

વોશિંગટન : તાજેતરમાં યુનાઇટેડ નેશન્સે બહાર પાડેલા 2020 ની સાલમાં અહેવાલમાં  જણાવાયા મુજબ ભારત એક જ એવો દેશ છે કે જેના નાગરિકો દુનિયાના તમામ ખંડોમાં પથરાયેલા છે.ભારતીયો સતત કર્મશીલ જોવા મળ્યા છે.

યુનાઇટેડ નેશન્સના પોપ્યુલેશન ડિપાર્ટમેન્ટ ઓફિસરના અહેવાલમાં ગઈકાલે શુક્રવારે જણાવાયા મુજબ અમેરિકા ,યુ.એ.ઈ.,તથા સાઉદી અરેબિયામાં વસતા વિદેશીઓમાં 1 કરોડ 80 લાખની વસતિ સાથે ભારતીયો અવ્વલ નંબરે છે .

પોતાનું વતન છોડી બીજા દેશોમાં વસેલા લોકો પૈકી ભારતીયો પછી મેક્સિકોના તથા રશિયાના નાગરિકો આવે છે.જેઓ 1 કરોડ 10 લાખ જેટલી વસતિ સાથે વિદેશોમાં પથરાયેલા છે.જયારે વિદેશોમાં સ્થાયી થયેલા લોકોમાં અન્ય દેશોના લોકોમાં 1 કરોડની વસતિ સાથે ચીન અને 80 લાખની વસતિ સાથે સીરિયાના નાગરિકો જોવા મળ્યા છે.તેવું ધ. ટી.દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)