Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ નવી દિલ્‍હીમાં ખેડૂત નેતાઓ સાથે કૃષિ બીલો અંગે ચર્ચા કરશે

આ બેઠકમાં હરિયાણા-ઉત્તરપ્રદેશ પંજાબ રાજસ્‍થાન ભાજપના નેતાઓ પણ ભાગ લેશે

નવી દિલ્હી, : ભાજપ ધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના ખેડૂત નેતાઓની એક બેઠેક રાજધાની દિલ્હીમાં આવેલા ભાજપના મુખ્યાલયમાં બોલાવી છે. જેમાં હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબના ભાજપ નેતાઓ સામેલ થવા માટે પહોંચ્યા છે. જેપી નડ્ડા આ તમામ નેતઓ સાથે ડિનર પમ કરશે.

આ બેઠકમાં ભાગ લેવા માટે ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ પણ પહોંચી ગયા છે. સતપાલ સિંહ યાદવ ભૂપેન્દ્ર યાદવ, સંજીવ બલિયાન, લક્ષ્‍મી નારાયણ ચૌધરી, રાજકુમાર ચાહર વગેરે નેતાઓ બેઠકમાં સામેલ થયા છે. તો સાથે જ હરિયાણા ભાજપના नेનેતા ઓમ પ્રકાશ ધનખડ, જોપી દલાલને પણ બોલાવવામાં આવ્યા છે. જેની સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશના સાંસદો અને ધારાસભ્યોને પણ બોલાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ત્રણે કૃષિ કાયદાને લઇને ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેને લઇને આ બેઠક યોજાઇ રહી છે. બે મહિના કરતા પણ વધારે સમયથી ચાલતા આ આંદોલનના કારણે કેન્દ્ર સરકાર પર દબાવ વધી રહ્યો છે. સરકારના સમાધાન માટેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. જેના કારણે આ બેઠક બોલાવવામાં આવી હોવાની શક્યતા છે. આ બેઠકમાં ખેડૂત આંદવલન અંગે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય અને રણનીતિ બની શકે છે.

(12:00 am IST)