Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

બ્રીટીશ ટાઈપ કોરોનાને લીધે કેસોમાં ઉછાળો

નેધરલેન્ડમાં આકરો લોકડાઉન લાદી દેવાયો

એમ્સ્ટરડેમ :. ગઈકાલે નેધરલેન્ડના આરોગ્ય સત્તાવાળાઓએ કહ્યું હતુ કે, થોડા સમય સુધી કોરોના કેસો ઘટયા પછી દેશમાં બ્રિટીશ વેરીયન્ટના કારણે કોરોના કેસો વધી રહ્યા છે.

પોતાના સાપ્તાહિક અપડેટમાં નેશનલ ઈન્સ્ટીટયુટ ફોર હેલ્થ (આરઆઈવીએમ) એ કહ્યુ હતુ કે ૧૬ ફેબ્રુઆરીએ પુરા થયેલ સપ્તાહ દરમ્યાન ૨૫૨૨૯ નવા કેસો આવ્યા હતા જે આગલા અઠવાડીયા કરતા થોડા વધારે હતા પણ અહીં બરફ વર્ષા અને કાતિલ ઠંડીના કારણે ટેસ્ટીંગ હમણા ઓછું થયુ છે, એટલે ખરેખર પોઝીટીવ કેસોની સંખ્યા વધારે હોય શકે છે. આરઆઈવીએમના અંદાજ અનુસાર નેધરલેન્ડમાં ફેબ્રુઆરીમા આવેલ કોરોનાના કુલ કેસમાંથી ૨/૩ કેસ બ્રીટીશ વેરીયન્ટના હોઈ શકે છે અને તેમા હજુ પણ વધારો થઈ શકે છે.

સરકારે મહામારી શરૂ થયા પછી અત્યાર સુધીનો સૌથી કડક લોકડાઉન ૨૩ જાન્યુઆરીથી લાદી દીધો છે. જેમાં બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર લગાવાયેલ કરફયુ અને ઘરે એકથી વધારે મહેમાનને રાખવા પરનો પ્રતિબંધ પણ સામેલ છે.

(12:49 pm IST)