Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

પાટનગરમાં નગ્ન અવસ્થામાં રસ્તાની વચ્ચોવચ દોડતા વિદેશી નાગરિકની અટકાયત કરી: લોકોએ પકડીને ઝાડ સાથે બાંધી દીધો

નવી દિલ્હી :દિલ્હીમાં ગુરુગ્રામ પોલીસે રસ્તા પર નગ્ન અવસ્થામાં દોડતો જોવા મળેલ વિદેશી નાગરિકની ધરપકડ કરી. અટકાયત કરાયેલા નાઈજિરિયન નાગરિકને મેડિકલ તપાસ માટે સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો . 
હોસ્પિટલમાં વ્યક્તિની મેડિકલ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સેક્ટર ૬૯માં ટુલિપ ચોક પાસે એક વ્યક્તિ રસ્તાની વચ્ચે નગ્ન અવસ્થામાં દોડતો જોવા મળ્યો હતો, જેના કારણે ટ્રાફિક થંભી ગયો હતો. જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી તો તે એક ગામ તરફ ભાગ્યો, જ્યાં સ્થાનિક લોકોએ તેને પકડીને ઝાડ સાથે બાંધી દીધો.

 

(9:01 pm IST)