Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

આ વખતે પહેલો રોઝો શુક્રવારે અને છેલ્લો રોઝો પણ શુક્રવારે : પ્રથમવાર અનેરો સંયોગ

આગામી ૨૪મી માર્ચથી શરૂ થનારો રમઝાન માસ : આધ્‍યાત્‍મિક માસની તૈયારીઓ : મુસ્‍લિમોમાં છવાયેલો ઉત્‍સાહ : પ્રથમ રોઝો શુક્રવારના હોઇ કાળઝાળ ગરમીમાં કઠીન તપસ્‍યા સમો બની રહેશે પણ રમઝાનનો પ્રથમ દિવસ શુક્રવારના લીધે ‘ઇદ' જેવો બની રહેશે : સને ૨૦૧૫માં શુક્રવારે પહેલો રોઝો થયેલ જેનું આઠ વર્ષે પૂનરાવર્તન : આવતા ગુરૂવારે સાંજે જ ચંદ્રદર્શન થવાની પ્રબળ સંભાવના :૨૯ રોઝા થવાની પૂરી સંભાવનાના લીધે શનિવારે ઇદ ઉજવાશે : જેથી ત્રણ દિ'નો ઉત્‍સાહ છવાશે રમઝાન - ૨૦૨૩ના રોઝાનું સમયપત્રક આ કાપલી સાચવી રાખો - સવારે ચા, સાંજે અકિલા

(ફાઇખ દ્વારા) રાજકોટ તા. ૧૫ :.. આગામી ર૪મી માર્ચથી ઇસ્‍લામ ધર્મનો પવિત્ર માસ રમઝાન માસ શરૂ થનાર છે. જે માટે મુસ્‍લિમ સમાજમાં અત્‍યારથી જ આધ્‍યાત્‍મિક ઉત્‍સાહ ફેલાયો છે.

જેમાં પણ આ વખતે ર૪મી માર્ચના દિવસે શુક્રવાર હોઇ આ દિને પ્રથમ રોઝો હોય રમઝાન માસનો પ્રથમ જ દિવસ ઇદ' જેવો ઉત્‍સાહમય બની રહેશે.

ઇસ્‍લામી પંચાગ ચંદ્ર દર્શન' ઉપર આધારિત છે અને હાલમાં હિજરી ૧૪૪૪ ચાલે છે. જેનો ૮મો મહીનો શાબાન ચાલે છે અને ઇસ્‍લામી મહીનો ર૯ કે ૩૦ દિવસનો હોય છે એ મુજબ તા. રર માર્ચને બુધવારે ર૯ મી શા'બાન છે પરંતુ એ દીને ચંદ્ર દર્શનની શકયતા ઓછી હોય તા. ર૩ ને ગુરૂવારે સાંજે જ ચંદ્રદર્શન થવાની પૂર્ણ સંભાવના રહેલી હોય તા. ર૪ માર્ચને શુક્રવારથી રમઝાન માસ શરૂ થાય એ નિતિ છે.

બીજી તરફ આ વખતે ઇસ્‍લામી પંચાગના ઉર્દુ કેલેન્‍ડરો ગુરૂવારના દીવસે પ્રથમ રોઝો દર્શાવી રહ્યા છે. પરંતુ ગુરૂવારે જ સાંજે ચંદ્ર દર્શન થાય એવો પૂર્ણ સંભવ હોઇ શુક્રવારથી જ રમઝાન માસ શરૂ થવાની શકયતાઓ પ્રબળ છે.

એટલું જ નહીં આગળ જતા રમઝાન માસ પૂર્ણ થવાની આરે આગામી તા. ર૦ એપ્રિલને ગુરૂવારે ર૮મો રોઝો હશે અને રમઝાન માસના ર૯માં રોઝાએ શુક્રવારે હશે જે કારણે શુક્રવારે ર૯ રોઝા પૂરા થયા બાદ સાંજે ચંદ્રદર્શન થવાની પૂર્ણ સંભાવના હોઇ તા. રર-૪-ર૩ ના રોજ શનિવારે ઇદુલ ફિત્ર' ઉજવવામાં આવે તે પણ નિતિ બની રહ્યું છે.

ગત વર્ષના રમઝાન માસમાં ચંદ્રદર્શનનનાસ્ત્રોતો મહિનો શરૂ થઇ પૂર્ણ થયા સુધી સરખા હતા પરંતુ આ વખતે એવું નથી કેલેન્‍ડરો જુદુ  બતાવે છે, પંચાગ જુદુ બતાવે છે અને વર્તારો કૈંક અલગ જ દર્શાવતું હોય શુક્રવારથી રમઝાન માસ શરૂ થઇ શુક્રવારે રોઝા સાથે રમઝાન માસ પૂર્ણ થવાનો  પ્રથમવાર અનેરો સંયોગ સર્જાય તો તેમાં શંકા નથી.

અત્રે એ નોંધનીય છે કે, સને ર૦૧પ માં રમઝાન માસ શુક્રવારથી શરૂ થયો હતો અને એ વખતે ૩૦ રોઝા પુરા થતા રવિવારે ઇદ ઉજવાઇ હતી તે પછી આજ સુધીમાં શુક્રવારથી કયારેય રમઝાન માસ શરૂ થયો નથી અને આઠ વરસે ફરી શુક્રવારથી રમઝાન માસ શરૂ થશે અને એટલું જ નહીં. ર૯ રોઝા થવાના કારણે શુક્રવારે પૂર્ણ થશે. તેવો અનેરો સંયોગ સર્જાવા પામ્‍યો છે.

આમ શુક્રવારથી શુક્રવાર રમઝાન માસ ચાલશે. જેમાં પણ રમઝાન માસનો અંતિમ શુક્રવાર જ રમઝાન માસનો અંતિમ દિવસ બની રહેનાર છે. અને તે પછી શનિવારે ઇદ અને પછી રવિવારે જાહેર રજાના લીધે ઉત્‍સાહ બેવડાઇ જશે.

અત્રે એ નોંધનીય છે કે રમઝાન માસ દર વર્ષે છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્‍ચેથી પસાર થઇ રહ્યો છે અને આ રમઝાન માસમાં દરેક પુખ્‍ત વયના મુસ્‍લીમસ્ત્રી-પુરૂષોને ખુદા તરફથી રોઝા' રાખવા ફરજીયાત છે. આ રોઝાએ એક ઉપવાસ' જ છે. જેમાં પરોઢીયેથી લઇ છેક સુરજ આથમે ત્‍યાં સુધી મુસ્‍લીમ ભાઇ-બહેનો રોઝા રાખે છે અને આ રોઝામાં અન્નજળનો ત્‍યાગ કરવામાં આવે છે. એ ત્‍યાં સુધી કે ગળા નીચે થુંક પણ ઉતારવામાં આવતું નથી. આમ નર્યા નકોર ઉપવાસ કરવામાં આવે છે એ સાથે દિવસના પાંચ વખતની નમાઝ સમયસર પઢવામાં આવે છે. એટલું જ નહીં રાત્રે પણ વધારાની સળંગ' તરાવીહની નમાઝ દોઢ કલાક માટે પઢવામાં આવે છે. ઉપરાંત મુસ્‍લીમો કુઆર્ન પઠન અને ઇબાદતમાં મશગુલ બની જાય છે એ જોતા રમઝાન માસ શરૂ થતા મુસ્‍લીમ સમાજમાં આધ્‍યાત્‍મીકતા છવાઇ જાય છે.

બીજી તરફ છેલ્લા ૧પ દિ'થી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે અને આગામી દિવસો માં જ ઉનાળો બરાબર શરૂ થઇ જાય તેવી વકી  છે એ સાથે જ રમઝાન માસ પણ શરૂ થશે આથી ઉનાળો બરાબર તપી જશે જેથી આ વખતે રમઝાનના પ્રારંભ સાથે જ છેવટ સુધી ઉંચુ તાપમાન રહેવાની વકી છે.

આધ્‍યાત્‍મિક ઉત્‍સવસમાં તપર્સ્‍યાનો અપાર મહિમા અર્થાત રમઝાન માસ આવતા જ મુસ્‍લીમ સમાજમાં હર્ષ વ્‍યાપી જાય છે. જેથી રોઝા માસને સત્‍કારવા ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે.

જો આ રીતે સમય ચક્ર ચાલે તો રમઝાન માસમાં પાંચ શુક્રવારનો લાભ મળશે પરંતુ પ્રથમ રોઝો શુક્રવારનો હોઇ  અને એ દિવસે વધારાની નમાઝ રહેતી હોય અને બરાબર ઉનાળાનો તાપ લાગતો હોય ત્‍યારે પ્રથમ રોઝો કઠીન તપસ્‍યા સમો બની રહેશે.

આ રમઝાન માસમાં દાન-પુણ્‍યના કામો પણ એટલા જ કરવામાં આવે છે જેના લીધે પરોઢીયે ભોજન અર્થાત સહેરી' અને સાંજે રોઝા ખોલાવવા માટેના મનમોહક ભોજનના થાળ એટલે ઇફતારી' યોજાશે.

જેના માટે ફ્રુટ ફરસાણ ઠંડા-પીણા માટેની તૈયારીઓ આરંભી દેવાઇ છે.

રમઝાન માસ ઇસ્‍લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુઆન શરીફની વર્ષ ગાંઠ હોઇ અને રમઝાન માસમાં દાન-પૂણ્‍યનું વળતર ૭૦ ગણું હોઇ કુઆર્ન પઠન વધી જશે.

આ તમામ વચ્‍ચે ખાસ કરીને રમઝાન મહિનામાં રોઝાનું મહત્‍વ વધારે છે અને આ રોઝા કાળઝાળ ગરમી વચ્‍ચે પણ મુસ્‍લીમ  ભાઇ-બહેનો રાખી રોજીંદા કામોમાં પ્રવૃત રહે છે.

ખાસ કરીને આ વખતે ચંદ્રદર્શનની સ્‍પષ્‍ટતા વધી છે તેથી આ વર્ષ ર૯ રોઝા  થવાની પૂર્ણ સંભાવના છે.

આ ઉપરાંત ગયા વખતે શરૂઆતમાં ૧૪ કલાકને ૯ મિનીટનો રોઝો રહી છેલ્લો ૧૪ કલાક ૩૧ મિનીટનો રોઝો હતો જે આ વખતે શરૂઆતમાં ૧૩ કલાક ૩૮ મિનિટનો રોઝો રહેશે અને છેલ્લે ૧૪ કલાક ૨૧ મીનીટનો રોઝો રહેશે.

જેમાં પરોઢિયે સહેરીનો સમય દરરોજ ૧ મિનીટ ઘટતો રહેશે શરૂઆતમાં પ.૨૭ નો સમય છેલ્લો ૪.૫૮ નો થશે અને સાંજે ઇફતારીનો સમય વધતો રહેશે શરૂઆતમાં ૭-૦પ નો સમય છેલ્લે ૭-૧પ નો થશે દર ત્રણ દિ'એ સમય વધતો રહેતો હોય આ ઇફતારી  સમય યાદ રાખી શકાશે આમ સહેરીનો સમય ઘટીને ઇફતારીનો સમય લંબાતા આખા માસમાં ૪૩ મીનીટના વધઘટ ઉપર રમઝાન માસ વિતશે.

જો કે શુક્રવારે પ્રથમ રોઝો હોય પાંચ શુક્રવારનો લાભ મળશે આમ શુક્રવાર પાંચ રહેશે આ ઉપરાંત રમજાન માસમાં પવિત્ર રાત્રીઓનું પણ મહત્‍વ રહેલ છે જેમાં ર૧ મી રાત્રી તા. ૧ર-૩- બુધવારના ર૩ મી રાત્રી તા. રર-૩- શુક્રવારના, રપ મી રાત્રી તા. ર૪-૩ રવિવારના અને ર૭મી રાત્રી તા. ૧૮-૩ મંગળવારના ત્‍થા ર૯ મી રાત્રિ તા. ર૮-૩- ગુરૂવારના મનાવવામાં આવશે.

રમઝાન માસના અંતિમ શુક્રવારને મુસ્‍લિમો આખરી જુમ્‍આ તરીકે ઓળખે છે જે આ વખતે તા. ર૧-૪-ર૩ ના થશે જેમાં ખુબી એ છે કે આ દિવસે જ ર૯મો રોઝો  હશે જે છેલ્લો રોઝો હશે.

અત્રે એ નોંધનીય છે કે ગયા વર્ષે ર૭મો હરણી રોઝો શુક્રવારે થયો હતો. અને આ વખતે શુક્રવાર છેલ્લો શુક્રવાર હોઇ આખરી જુમ્‍આ અને ર૯મો રોઝા (રમઝાનનો છેલ્લો દિવસ) સાથે થઇ ગયાનો અનેરો સંયોગ સર્જાયો છે.

 

 

(12:00 am IST)