Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

કોંગ્રેસે પીએમ મોદી વિરૂદ્ધ વિશેષાધિકાર પ્રસ્‍તાવ રજૂ કર્યો

‘નેહરૂ અટક રાખવામાં શરમ શું છે' મુદ્‌ે : કોંગ્રેસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્‍પણી : કરવા બદલ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી વિરુદ્ધ રાજ્‍યસભામાં વિશેષાધિકાર પ્રસ્‍તાવ : દાખલ કર્યો છેઃ આ સિવાય કોંગ્રેસે રાજ્‍યસભા અધ્‍યક્ષને પણ પત્ર લખ્‍યો છે

નવી દિલ્‍હી, તા.૧૭: કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમની કથિત અપમાનજનક ટિપ્‍પણી માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્‍તાવ દાખલ કર્યો હતો. આ અંગે તેમણે રાજ્‍યસભાના અધ્‍યક્ષને પત્ર પણ લખ્‍યો છે. વેણુગોપાલે પત્રમાં પીએમ મોદીના નિવેદનને પણ ટાંકયું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ‘નેહરુ સરનેમ રાખવું કેટલું શરમજનક છે.'

તમને જણાવી દઈએ કે, રાજ્‍યસભા અને લોકસભા બંનેની કાર્યવાહી સોમવાર સુધી સ્‍થગિત કરવામાં આવી છે. કેમ્‍બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને આજે પણ બંને જગ્‍યાએ હોબાળો જોવા મળ્‍યો હતો.

કેસી વેણુગોપાલે રાજ્‍યસભાના અધ્‍યક્ષને લખેલા તેમના પત્રમાં લખ્‍યું છે કે, ‘હું રાજ્‍યસભામાં કાર્યપ્રણાલી અને કારોબારના નિયમોના નિયમ ૧૮૮ હેઠળ ‘આભાર' પ્રસ્‍તાવના જવાબ દરમિયાન સંસદના સભ્‍યોની વિચારણા માટે ‘હું ભારતના વડાપ્રધાન સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપું છું.

વેણુગોપાલે પત્રમાં જણાવ્‍યું હતું કે આભાર પ્રસ્‍તાવ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, ‘મને ખૂબ જ આશ્‍ચર્ય થાય છે કે નેહરુજીનું નામ આપણે કોઈક સમયે ભૂલી ગયા હશે અને જો તે ભૂલી જશે તો અમે તેને સુધારીશું, કારણ કે તેઓ દેશના પહેલા વડાપ્રધાન હતા, પરંતુ મને એ નથી સમજાતું કે તેમની પેઢીનો કોઈ પણ વ્‍યક્‍તિ નેહરુજીની અટક રાખવાથી કેમ ડરે છે? નેહરુ અટક રાખવામાં કેટલી શરમ, શરમની વાત છે, આવી મહાન વ્‍યક્‍તિ તમને સ્‍વીકાર્ય નથી, પરિવારને સ્‍વીકાર્ય નથી.

કોંગ્રેસના રાષ્‍ટ્રીય મહાસચિવે કહ્યું કે પીએમ મોદીની આ ટિપ્‍પણીઓ માત્ર કટાક્ષપૂર્ણ રીતે પ્રથમ નજરે અપમાનજનક નથી, પરંતુ નહેરુ પરિવારના સભ્‍યો, ખાસ કરીને ઈન્‍દિરા ગાંધી માટે પણ અપમાનજનક અને બદનક્ષી ભર્યા છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી લોકસભાના સભ્‍ય છે.

(3:10 pm IST)