Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

કોરાનાના ૭૯૬ નવા કેસોઃ પાંચનાં મોત

દેશમાં અત્‍યાર સુધી ૫,૩૦,૭૯૫ લોકોનાં મોત થયાં છે

નવી દિલ્‍હી, તા.૧૭: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૯૬ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે પાંચ જણનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૨૦.૬૪ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૬,૯૩,૫૦૬ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે, એમ મંત્રાલયે જણાવ્‍યું હતું.

દેશમાં અત્‍યાર સુધી ૫,૩૦,૭૯૫ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૧,૫૭,૬૮૫ લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૩૮૮ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૫૦૨૬એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૦૧ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૮૦ ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૯૮,૭૨૭ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૯૨.૦૧ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૦૮ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૯ ટકા છે.

દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૨૦,૬૪,૮૮,૫૪૩ કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૭૭૮૭ લોકોને રસી આપવામાં આવી હતી.

(3:23 pm IST)