Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

ઇન્‍ફલુએન્‍ઝા, સાર્સ-સીઓવી-ર અને આરએસવી શોધી કાઢતી નવી આરટીપીસીઆર કીટને ICMR ની મંજુરી

સમાન પ્રારંભિક લક્ષણોવાળા વાયરસ હોવાથી આ કિટનું ઝડપી પરીણામ ડોકટરોને ઝડપી લાઇન ઓફ ટ્રીટમેન્‍ટ સુઝાડશે

ચેન્નાઇ , તા., ૧૭: ગઇકાલે ધ ઇન્‍ડીયન કાઉન્‍સીલ ઓફ મેડીકલ રીસર્ચ (આઇસીએમઆર) દ્વારા ઇન્‍ફલુએન્‍ઝા (એચ-૧ એન-૧, એચ-૩ એન-ર, યામાગેટા  અને વિકટોરીયા સબ લાઇનેજીસ) કોવીડ-૧૯ અને રેસ્‍પીરેટરી સીસીટીયલ વાઇરસ (આરએસવી) શોધી કાઢતી નવી આરટીપીસીઆર કીટને મંજુરી આપવામાં આવી છે. ક્રિયા મેડીકલ ટેકનોલોજીસ દ્વારા આ કીટ બનાવવામાં આવી છે.

૩-પેથોજેન્‍સમાં બિમારીના પ્રારંભીક લક્ષણો સમાન હોય છે. પરંતુ બિમારી કેવી રીતે આગળ વધે છે, કેટલી સરળતાથી ફેલાય છે અને તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે તે પધ્‍ધતી જુદી-જુદી હોય છે.

KRIVIDA Trivus અંગે કંપનીએ જણાવ્‍યું છે કે, ઇન્‍ફુએન્‍જા, સાર્સ સીઓવી-ર અને રેસ્‍પીરેટરી સીસીટીયલ વાઇરસને સૌથી ઓછા ટાઇમ આશરે ર૭ મીનીટમાં ઓળખી કાઢે છે. રીપોર્ટ વાંચવા  સહીતની પ્રક્રિયા પ૦ થી ૬૦ મિનીટ વચ્‍ચે હોઇ શકે. આટલી ઝડપથી વાઇરસ ડીટેકટ થતો હોવાથી લાઇન ઓફ ટ્રીટમેન્‍ટ ડોકટરો તાત્‍કાલીક નક્કી કરી શકે છે. કીટનો ઉપયોગ તમામ ઉપલબ્‍ધ આરટીપીસીઆર સાધનો સાથે પણ થઇ શકે છે.

આઇસીએમઆરએ રરપ પોઝીટીવ સેમ્‍પલ અને ૮પ નેગેટીવ સેમ્‍પલનો ઉપયોગ કરી નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ વાયરોલોજી-પુણે ખાતે કીટનું મુલ્‍યાંકન કર્યુ હતું. KRIVIDA Trivus ની એકંદરે  સચોટતા ૯૯.૧૧ ટકા છે અને વિશિષ્‍ટતા ૧૦૦ ટકા છે.

છેલ્લા કેટલાક અઠવાડીયામાં એચ-૩ એન-ર કેસોની સંખ્‍યામાં વધારો જોવા મળ્‍યો છે તેમજ દેશમાં કોવીડ-૧૯ ના ચેપમાં પણ વધારો થયો છે. માટે એક પરીક્ષણ એવુ જરૂરી હતું કે જે આ બંન્ને વાઇરસ વચ્‍ચેનો તફાવત નક્કી કરી શકે અને તબીબોને મદદ કરી શકે. તેમ ક્રિયા મેડીકલ ટેકનોલોજીના સ્‍થાપક અને સીઇઓ અનુમોતુરીએ જણાવ્‍યું હતું. અમારૂ ઉત્‍પાદન ત્રણેય પેથોજેન્‍સની હાજરી અથવા ગેરહાજરી શોધવા માટે બન્‍યું છે.

ડો. શાન્‍મુગા પ્રિયાએ જણાવ્‍યું કે, અમારી કીટ માત્ર આ ચેપની હાજરી અથવા ગેરહાજરી વિશે જ નહિ પરંતુ સંક્રમણો વિશે પણ વધુ ડીટેઇલ રીપોર્ટ આપે છે. ઘણી વાર  ગંભીર કેસોમાં મેનેજમેન્‍ટ સીન્‍ડ્રોમીક અભિગમની જરૂરતની આ કીટ ગરજ સારે છે. ટેસ્‍ટ કીટનું ઉત્‍પાદન ચેન્નાઇમાં કોરાગડંમાં ક્રિયાની અતી આધુનિક ઉત્‍પાદન સુવિધાઓ સાથે કરવામાં આવે છે. આ ટેસ્‍ટની કિંમત સ્‍પર્ધાત્‍મક છે અને તે ટુંક સમયમાં દેશભરમાં વ્‍યાપારી રીતે ઉપલબ્‍ધ બનશે

(3:48 pm IST)