Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

અમદાવાદનો પટેલ યુવાન શ્રીનગરમાં ઝડપાયો

પીએમઓમાં અધિકારી હોવાનું કહી પોલીસ રક્ષણ સાથે  ફરતો હતો પીએમઓમાં એડિશનલ સેક્રેટરી તરીકે કાર્યરત હોવાનું જણાવી જમ્‍મુ-કાશ્‍મીરમાં પોલીસ પ્રોટેકશન લઈને ફરતા  નકલી અધિકારી કિરણ પટેલની શ્રીનગર પોલીસ દ્વારા ધરપકડઃ ફાઈવ સ્‍ટાર હોટલમાં રૂમ બહાર  પોલીસ સુરક્ષા મેળવીઃ કડક પોલીસ બંદોબસ્‍ત સાથે શ્રીનગરના લાલચોક તથા ગુલમર્ગની મુલાકાત લીધીઃ વડાપ્રધાનના કાર્યાલયથી આવ્‍યો હોવાનું કહીને સરકારી કર્મચારીઓને છેતર્યા,  એટલું જ નહીં અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી હતી. કિરણ પટેલ અગાઉ અમદાવાદમાં છેતરપિંડીના આક્ષેપો થઈ ચૂકયાનું જીએસટીવીના અહેવાલમાં પ્રસારિત થયું છે

(4:58 pm IST)