Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

હિઝબુલ્લાએ ઇઝરાયેલના એક ટાઉન પર આજે સવારે વન-વે "આત્મઘાતી" ડ્રોન હુમલો કર્યો: લશ્કરી બિલ્ડીંગ ને બદલે કોમ્યુનિટી સેન્ટર ઉપર ડ્રોન ખાબક્યું

આતંકી સંગઠન હિઝબુલ્લાએ ઉત્તરીય ઇઝરાયેલના આરબ અલ-અરમશેના ટાઉન પર આજે સવારે વન-વે "આત્મઘાતી" ડ્રોન હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલામાં ૭ ઇઝરાયેલી નાગરિકોને ઇજાઓ થઈ છે; 

હિઝબુલ્લાએ નિવેદનમાં દાવો કર્યો છે કે આ ડ્રોન  ઈઝરાયેલી સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતી બિલ્ડિંગ પર ખાબકેલ, પરંતુ વાસ્તવમાં કોમ્યુનિટી સેન્ટર પર પડેલ.

(6:17 pm IST)