Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ગુલામ નબી આઝાદનો અનંતનાગ-રાજૌરીથી ચૂંટણી લડવા ઈન્કાર:પાર્ટીએ સલીમ પારેને ઉમેદવાર બનાવ્યા

લોકસભા ચૂંટણીના ઉત્તેજના વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં મોટી ઉથલપાથલ

જમ્મુ-કાશ્મીરમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. પાર્ટીના એક નેતાએ આ અંગે માહિતી આપી છે. જો કે આઝાદ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

  લોકસભા ચૂંટણીના ઉત્તેજના વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસથી અલગ થઈને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી બનાવનાર ગુલામ નબી આઝાદે અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. પાર્ટીના નેતા અમીન ભટે આ વાતની પુષ્ટિ કરી છે

   અમીન ભટે કહ્યું છે કે પક્ષ પ્રમુખના સ્થાને એડવોકેટ સલીમ પારે હવે અનંતનાગ-રાજૌરી બેઠક પરથી ચૂંટણી લડશે. જો કે, તેમણે ગુલામ નબીને ચૂંટણી ન લડવાનું કારણ જણાવ્યું નથી અને ન તો આઝાદે પોતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી છે. આઝાદની ઉમેદવારી 2 એપ્રિલે જાહેર કરવામાં આવી હતી

  2 એપ્રિલે પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે આઝાદ આ સીટ પરથી ચૂંટણી લડશે. પ્રેસ કોન્ફરન્સમાં તાજ મોહિઉદ્દીને અલ્તાફ બુખારીની પોતાની પાર્ટી સાથે ગઠબંધનની શક્યતાઓ પર પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મામલે કોઈ પ્રગતિ થઈ નથી.

   તેમણે કહ્યું કે અમારી પાસે સમય ઓછો છે. જેના કારણે મંત્રણા વધુ આગળ વધી શકી ન હતી ગુલામ નબી આઝાદે વર્ષ 2022માં કોંગ્રેસ છોડી દીધી હતી. આ પછી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીની રચના થઈ. તેઓ 2014ની વિધાનસભા ચૂંટણીમાં ઉધમપુર સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, તેઓ ભાજપના જિતેન્દ્ર સિંહ સામે હારી ગયા હતા

(8:26 pm IST)