Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ઇઝરાયેલના ગાઝાપટ્ટી પર ૨૪ કલાકમાં ૪૦ હવાઈ હુમલા કર્યા

ઇરાનના હુમલાનો વળતો જવાબઃલડાયક વિમાનોએ હમાસના આતંકવાદીઓના સ્થાનો પર બોમ્બમારો કર્યો હત:મિસાઇલો અને રોકેટ છોડ્યા

તેલઅવીવ, તા.૧૭

લેબનોન બાદ ઈરાનના હુમલાથી ચોંકી ઉઠેલા ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર ૨૪ કલાકમાં ૪૦ હવાઈ હુમલા કર્યા છે. તેના લડાયક વિમાનોએ હમાસના આતંકવાદીઓના સ્થાનો પર બોમ્બમારો કર્યો હતો. મિસાઇલો અને રોકેટ છોડ્યા. ઈઝરાયેલી સૈનિકોએ ભૂમિગત યુદ્ધ માં હમાસના ડઝનેક આતંકવાદીઓને ઠાર કર્યા છે. ઈરાન હમાસના આતંકવાદીઓને પૈસા, હથિયારો અને અન્ય વસ્તુઓ આપે છે. આથી ઈઝરાયેલે ફરી એકવાર ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૃ કર્યું છે. આ હુમલામાં રોકેટ લોન્ચરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. હમાસના ટાર્ગેટ પર જ ચોકસાઈ સાથે હુમલા કરવામાં આવી રહ્યા છે.

અગાઉ સમગ્ર વિશ્વને લાગ્યું હતું કે ઈઝરાયેલની આયર્ન ડોમ અને અન્ય એર ડિફેન્સ સિસ્ટમ સાત ઈરાની બેલિસ્ટિક મિસાઈલોને રોકી શકશે. વાસ્તવમાં તે ફતાહ હાઇપરસોનિક મિસાઇલો હતી. જેને ઈઝરાયેલની કોઈ એર ડિફેન્સ સિસ્ટમ રોકી શકી નથી. આ સાત મિસાઈલો ઈઝરાયેલના નેવાટીમ એરબેઝ પર પડી હતી.

મોસ્કોના સૈન્ય નિષ્ણાત વ્લાદિસ્લાવ શુરીગિને જણાવ્યું હતું કે ઈરાને રાત્રે અનેક તબક્કામાં હુમલો કર્યો હતો. ઈરાનની મિસાઈલોની રેન્જ અને ઝડપ બહુ વધારે નથી. એટલા માટે પહેલા તેઓએ શહીદ ડ્રોન અને રોકેટથી હુમલો કર્યો. થોડા સમય પછી તેના પર સબસોનિક ક્રૂઝ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો. ત્યારપછી ફતાહે હાઈપરસોનિક મિસાઈલ અને બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી.ડ્રોન અને રોકેટોએ લગભગ એક સાથે ઇઝરાયેલ પર હુમલો કર્યો. આ પ્રથમ શોકવેવ હતો. તે જ સમયે, ઇઝરાયેલી સંરક્ષણ દળો, યુએસ નેવી એરક્રાફ્ટ કેરિયર અને ઇઝરાયેલના આયર્ન ડોમે આ હુમલાને રોકવા માટે જરૃરી પ્રયાસો કર્યા. પરંતુ આ હોવા છતાં, ઈરાની હાઈપરસોનિક મિસાઈલોએ ઈઝરાયેલની સંરક્ષણ ઢાલને પંચર કરી દીધી. તે બધાએ તેમના લક્ષ્યોને સર કર્યા હતા.

(8:54 pm IST)