Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

જ્યા સુધી ચંદ્ર પર કોઈ ભારતીય નહીં ઉતરે ત્યા સુધી ભારત તેના ચંદ્ર મિશનને જાળવી રાખશે: ઈસરો વડાનું મોટું નિવેદન

એસ સોમનાથ અમદાવાદ ખાતે યોજાયેલ એસ્ટ્રોનૌટીકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના એક કાર્યક્રમના મુખ્ય મહેમાન બન્યા

નવી દિલ્હી : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના ચેરમેન એસ સોમનાથને જણાવ્યું છે કે જ્યા સુધી ચંદ્ર પર કોઈ ભારતીય નહીં ઉતરે ત્યા સુધી ભારત તેના ચંદ્ર મિશનને જાળવી રાખશે. તેમણે કહ્યું કે એજન્સી ચંદ્રયાન મિશન અને તપાસની પોતાની સિરીઝને ત્યા સુધી યથાવત રીતે આગળ વધારશે કે જ્યાં સુધી કોઈ અંતરિક્ષ યાત્રી ચંદ્રની ધરતી પર પગ ન મુકે.

એસ સોમનાથ અમદાવાદ ખાતે યોજાયેલ એસ્ટ્રોનૌટીકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના એક કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. ઓગસ્ટ 2023માં ઈસરોના ચંદ્રયાન-3 અંતરિક્ષ યાને ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું,જેને પગલે ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર સૌ પ્રથમ દેશ બની ગયો હતો. સોમનાથે કહ્યું કે ઈસરો 2024માં માનવ રહિત ગગનયાન મિશન, એક ટેસ્ટ વ્હિકલ ફ્લાઈટ મિશન અને એરડ્રોપ ટેસ્ટ વર્ષ 2024માં હાથ ધરશે.

એરડ્રોપ ટેસ્ટ 24 એપ્રિલના રોજ થશે. ત્યારબાદના બે વર્ષ માનવ રહિત મિશન યોજાશે તથા ત્યારબાદ સમાનવ મિશન હાથ ધરવામાં આવશે. જો તમામ બાબત યોગ્ય રહી તો આગામી વર્ષના અંત સુધી આ અંગે પ્રગતિ સાંધવામાં આવશે.ગગનયાન પ્રોજેક્ટમાં 3 દિવસના મિશન માટે 3 સભ્યોની એક ટીમને 400 કિમીના ઓર્બિટમાં લોંચ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને સુરક્ષિતપણે ભારતીય સમુદ્રમાં ઉતારીને ધરતી પર પરત લાવવામાં આવશે

 

(10:52 pm IST)