Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

યુપીના લખીમપુરખીરીમાં ૧૩ વર્ષીય છોકરી પર દુષ્કર્મ, હત્યા

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ કર્યાની પુષ્ટિ :ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો : પોલીસે બે આરોપીને પકડ્યાઃ દેશના સૌથી મોટા રાજ્યમાં ગુનાખોરી વકરી

લખનૌ, તા. ૧૬ : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ૧૩ વર્ષની સગીરા પર ગેંગરેપ બાદ તેની જધન્ય હત્યા કરી દેવામાં આવી છે. આરોપીઓે સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરીને મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો હતો. ઉત્તર પ્રદેશ પોલીસે જણાવ્યું છે કે, આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, તેમની દિકરી શુક્રવાર બપોરથી ગુમ હતી, અમે તેને શોધી રહ્યા હતા. શેરડીના એક ખેતરમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પિતાએ જણાવ્યું કે, દીકરીનો મૃતદેહ ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પીએમ રિપોર્ટમાં છોકરીની સાથે બળાત્કારની પુષ્ટિ થઈ છે. જો કે પોલીસે પિતાના આંખ બહાર આવવાને જીભ કાપી નાંખવાના દાવાને વખોડ્યો છે. લખીમપુર ખીરીના એસપી સત્યેન્દ્ર કુમારે પીએમ રિપોર્ટમાં માત્ર રેપની પુષ્ટિ થઈ છે. બળાત્કારીઓની વિરુદ્ધ રેપ, હત્યા અને નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

ઘૌરાહરા સર્કલના પોલીસ અધિકારી અભિષેક પ્રતાપે જણાવ્યું કે છોકરીની હત્યા બળાત્કાર કર્યા પછી કરવામાં આવી હોવાની વાત પ્રકાશમાં આવી છે. બે ઓરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે ખેતરમાંથી છોકરીનું શબ મળ્યું હતું, તે ખેતર એક આરોપીનું છે. આંખો ફોડવાની અથવા કાઢી નાખવામાં આવી હોવાની વાત તથ્ય વગરની છે. ઓરોપીઓ પર NSA અંતર્ગત કાર્યવાહી કરીને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે.

(8:37 am IST)