Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કોરોના આવ્યા બાદ એસપી બાલાસુબ્રમણ્યમ ગંભીર

જાણિતા ગાયકને વેન્ટિલેટર પર રખાયા

મુંબઈ, તા. ૧૬ : બોલિવૂડમાં ઘણાં યાદગાર ફિલ્મ ગીતો આપનારા સાઉથના ટોચના પાર્શ્વગાયક એસ પી બાલાસુબ્રહ્મણ્યમની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખ્યા છે. એસપી બાલાની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ તેમને કોરોના થયો હતો અને એની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં બાલાની સ્થિતિ ગંભીર થઇ ગઇ હતી. મુ્ંબઇના અને ચેન્નાઇના ફિલ્મોદ્યોગની સંખ્યાબંધ સેલેબ્રિટિઝે બાલાની તબિયત સુધરી જાય એ માટે પ્રાર્થના કરી હતી અને સોશ્યલ મિડિયા પર પણ બાલાના હજારો ચાહકોએ ગેટ વેલ સૂનના સંદેશા મૂક્યા હતા. બાલાએ તમિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ તથા હિન્દી ફિલ્મોનાં ઘણાં યાદગાર ગીતો ગાયાં હતાં. તેમની હિન્દી ફિલ્મોમાં સૌથી યાદગાર ફિલ્મ એક દૂજે કે લિયે હતી જેનું તેરે મેરે બીચ મેં કૈસા હૈ યહ બંધન અન્જાના.. ગીત સુપરહિટ નીવડ્યું હતું. આ ફિલ્મનું સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલે આપ્યું હતું.

બાલાના પરિવારે કહ્યું હતું કે શુક્રવારે સાંજ સુધી તો બાલા સ્થિર હતા. ત્યારપછી તેમને વેન્ટિલેટર પર રાખવાની સલાહ વરિષ્ઠ ડૉક્ટરોએ આપી હતી.

(9:48 pm IST)