Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

માતા વૈષવોદેવીની યાત્રા શરુ : જય માતાના જયજયકાર ગૂંજ્યા : કોરોના અને સુરક્ષાને ધ્યાને લઈને મોટા ફેરફાર

વિત્ર સ્થાનની આસપાસ માથું ટેકવા કે હાથ લગાવવા પર પ્રતિબંધ: તમામ યાત્રીઓના કોરોના ટેસ્ટ કરાશે

કટરાઃ (જમ્મુ-કાશ્મીર) અંદાજે 5 મહિનાના બાદ માતા વૈષ્ણો દેવીની યાત્રા શરુ થઇ છે,જો કે કોરોની વાઇરસ અને યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે યાત્રામાં ઘણા ફેરફાર કર્યા છે.

રવિવારે આશરે 5 મહિના બાદ માતા વૈષ્ણો દેવીના મંદિરમાં જય માતાના જયકાર ગૂજ્યા હતા. યાત્રા શરૂ થતાં આસપાસના ગણિયા-ગાંઠિયા ભક્ત દેવીના દર્શન માટે મંદિર પહોંચ્યા હતા. આ ભકતોને માતાના દર્શનની ખુશી હતી. સાથે તેમણે કોરોના મહામારીથી દેશ અને દુનિયાની સુરક્ષા કરવાની પ્રાર્થના કરી હતી.

કોરોનાને કારણે શ્રાઇન બોર્ડે કેટલાક ફેરફાર કર્યા છે, તે મુજબ દરરોજ માત્ર 2000 યાત્રી જ માતાના દર્શન કરી શકશે. તેમાં પણ 1900 જમ્મુ-કાશ્મીરના હશે.બહારના માત્ર 100 યાત્રી જ દર્શન કરી શકશે. મંદિર શ્રાઇન બોર્ડે દાવો કર્યો છે કે જમ્મુ-કાશ્મીર અને બહારથી આવનારા યાત્રીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને દર્શન કરવાની મંજૂરી અપાશે

શ્રાઈન  બોર્ડે માતાના પિંડી રુપના દર્શન માટે પણ ઘણા ફેરફારો કર્યા છે. તેના માટેની લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણીનું પાલન કરાવવામાં આવશે. જેના માટે જરુરી અંતરે ગોસ સર્કલ બનાવવામાં આવ્યા છે.
શ્રાઇન બોર્ડના જણાવ્યા મુજબ દર્શને આવનારા ભક્તોને પવિત્ર સ્થાનની આસપાસ માથુ ટેકવા અને હાથ લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે પવિત્ર પિંડીઓ પાસે અપાતા પ્રસાદ અને તિલક પણ હમણા રોકી દેવામાં આવ્યા છે.

 

યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી કટારાથી ભવન સુધીના 14 કિમીના ટ્રેક પર જગ્યા-જગ્યાએ સુરક્ષાકર્મીઓને તહેનાત કરાયા છે. યાત્રા માર્ગ પર થર્મલ સ્કેનર લગાવાયા છે. યાત્રીઓએ માસ્ક પણ ફરજિયાતપણે પહેરવા પડશે. સાથે સમગ્ર પરિસર સેનેટાઇઝ કરવામાં આવ્યું છે.

યાત્રીઓની સુવિધા માટે શ્રાઇન બોર્ડે હેલીકોપ્ટર, રોપવે અને બેટરી કાર સેવા પણ ચાલુ કરવાનો આદેશ આપી દીધો છે. જ્યારે કટરાથી ભવન સુધીના 14 કિમીના માર્ગ પર જગ્યા-જગ્યાએ ભોજનાલયોને પણ ખોલી દેવાયા છે. શ્રાઇન બોર્ડે દાવો કર્યો છે નવા નિયમો અંગે એક સપ્તાહ પછી પુનઃ વિચાર કરાશે અને જરુર લાગશે તો તેમાં ફેરફાર પણ કરાશે.

(10:32 am IST)