Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

સંઘના વડા મોહન ભાગવતનું નિવેદન

આત્મનિર્ભર બનવા માટે ગ્રામિણ અર્થતંત્રને મજબુત કરો

કુટિર ઉદ્યોગોની ગુણવત્તા પર ભાર જરૂરી : આપણે સંકલ્પ કરીએ તો કોઇ મુશ્કેલી નહીં આવે

રાયપુર,તા.૧૭ : આત્મનિર્ભર ભારત મુદ્દે ય્લ્લ્ વડાએ નિવેદન આપ્યું છે. ય્લ્લ્ વડા મોહન ભાગવતે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આત્મનિર્ભર ભારત માટે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ભાર મુકયો છે.

મોહન ભાગવતે કહ્યું કે, 'ગ્રામીણ  અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી જરૂરી છે. તેમજ દેશવાસીઓમાં સ્વદેશી પ્રત્યે ભાવ જાગ્યો છે.' તેમણે આ મુદ્દે વાત કરતા કુટિર ઉદ્યોગોની ગુણવત્ત્।ા પર ભાર મુકવો જરૂરી હોવાનું પણ જણાવ્યું છે. તેમણે લોકોનું મનોબળ વધારતા કહ્યું કે, આપણે સંકલ્પ કરીએ તો કોઇ મુશ્કેલી નહીં આવે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છત્તીસગઢ અને મહાકોશલ પ્રાંતના રાજય યુનિટની બેઠકમાં તેમણે સંબોધન કરતા આ વાત કરી હતી. તેણે કહ્યું કે આપણી હવા, પાણી અને માટીમાં એટલી તાકાત છે કે આપણે સંકલ્પ કરીશું તો આત્મનિર્ભર ભારત બનવું મુશ્કેલ નથી.એક વ્યકિત અને સંગઠન તરીકે આપણી જવાબદારીઓનું પાલન કરીશું.

તેમણે કહ્યું કે સ્વતંત્રતા બાદ દેશમાં જરૂરિયાતોને અનુરૂપ આર્થિક નીતિ નથી બની. કોરોનાએ એ સ્પષ્ટ કરી દીધું છે કે વિકાસના એક નવા મૂલ્ય આધારિત મોર્ડલ હોવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સ્વદેશીનો મતલબ એ નથી કે વિદેશીનો બહિષ્કાર કરવો.

(11:49 am IST)