Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

હોસ્પિટલમાં ૫ લાખ રૂપિયા સુધીની સારવાર થઇ જશે મફત

મધ્યમ વર્ગને મોદી સરકારની મોટી ભેટ

નવી દિલ્હી,તા.૧૭: આયુષ્માન ભારત યોજનાના માધ્યમથી દેશના ગરીબ લોકોને આરોગ્યની સારી સુવિધાઓ મળે છે. પરંતુ હવે આ યોજના ફકત ગરીબો સુધી મર્યાદિત રહેશે નહીં. હવે આ યોજનાનો લાભ દેશના તેવા નાગરિકો પણ લઈ શકશે જેઓ ગરીબી રેખાથી ઉપર છે. સરકારે આ પ્રસ્તાવ પર મહોર મારી દીધી છે. જેના પરિણામે મિડલકલાસ લોકોને પણ મોદી સરકારની આ યોજનાથી વિશેષ લાભ થશે. હોસ્પિટલોમાં ૫ લાખ રૂપિયા સુધીની કેસલેશ સારવારનો પણ લાભ મળી જશે.

સરકાર આયુષ્યમાન ભારત હેઠળ દેશના ૧૦.૭૪ કરોડ પરિવારોને વાર્ષિક ૫ લાખ રૂપિયા સુધીની કેસલેસ સારવાર કવર આપે છે. નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ) એ હવે આ યોજનાને the missing middle અર્થાત જેના સુધી આ સ્કિમ પહોંચી નથી તેવા લોકો સુધી પહોંચવાની યોજનાને લીલી ઝંડી આપી છે.

આયુષ્યમાન ભારત યોજનાના આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં એવા લોકોને ફાયદો થશે જે અનિયમિત ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. સેલ્ફ એમ્પલોય, વ્યસાયિકો છે, અથવા નાના વ્યવસાયિક ઉદ્યોગ ધંધાઓ સાથે જોડાયેલી કંપનીઓ (MSMEs) સાથે કામ કરતા હોય તેમને લાભ મળશે. સરકારનું કહેવું છે કે આ યોજનાને the missing middle સુધી પાઇલટ પ્રોજેકટ તરીકે પહોંચાડવામાં આવશે. તે પછી તે જાણશે કે શું કામ કરે છે અને શું નહીં.

આ ઉપરાંત, રાષ્ટ્રીય આરોગ્ય ઓર્થોરિટી (એનએચએ) બોર્ડે કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારની હાલની હેલ્થ સ્કિમ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનધનયોજના (આયુષ્માન ભારત-પીએમજેવાય) સાથે મર્જરને મંજૂરી આપી દીધી છે. આમાં કાયમી અને કરાર કરાયેલા સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેના વિસ્તારમાં બાંધકામ કામદારો, સફાઇ કર્મચારી, માર્ગ અકસ્માતમાં ઘાયલ દર્દીઓ, સેન્ટ્રલ સશસ્ત્ર દળના જવાનોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ યોજનાઓના મર્જરથી કરોડો લોકોને લાભ થશે તેવી અપેક્ષા છે કે જેઓ આજકાલ આરોગ્ય સુવિધાઓની અછતને કારણે ચાલી રહ્યા હતા.

(11:55 am IST)