Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કોરોના જ નહી તેની રસીથી પણ ડરે છે લોકો

રસી વિરોધી ચળવળ પણ શરૂ

વોશિંગ્ટન,તા.૧૭ : કોરોના દેશહત લોકોમાં એટલી હદે છે કે તેઓ શરૂઆતના તબક્કામાં તેની રસી મુકવાની પણ ના પાડી રહ્યા છે. હાલમાં જ થયેલ સર્વેક્ષણમાં આવો દાવો કરાયો છે.

જોન હોપ્કીન્સ, હાર્વડ, સીએન એન,એસોસીએટેડ પ્રેસ- અને ઓઆરસી જેવા કેટલાય સર્વે અનુસાર અમેરિકા, બ્રિટન, અને ફ્રાંસના લાખો લોકોને આશંકા છે કે ઉતાવળમાં તૈયાર કરાયેલ રસી જીવલેણ સાબિત થઇ શકે છે. આવું કહેવા વાળા મોટા ભાગના વર્ગના લોકો છે. તેમનું કહેવું છે કે રસી બનાવવામાં ૧૦ થી ૧૫ વર્ષ લાગતા હોય છે. ત્યારે છ મહિનામાં બનેલ રસી જીવલેણ સાબિત થઇ શકે છેે.

એસોસીએટેડ પ્રેસના સર્વે અનુસાર, ૫૦ ટકા અમેરિકનોએ કહ્યું કે તેઓ શરૂઆતમાં રસી નહીં મુકાવે, બ્રિટનમાં૦ કિંગ્સ કોલેજ લંડનના સર્વેમાં પણ પરિણામ આવુ જ આવ્યું. સર્વેમાં સામેલ ૫૭ વર્ષની નર્સ સુસાનેકહ્યું કે તે દર વર્ષે ફલુની રસી લે છે પણ કોરોનાની રસી ઉપલબ્ભ થયા પછી પણ તેનો પરિવાર આ રસી થી દુર રહેશે. સર્વેમાં ભાગ લેનાર ઘણાં લોકોએ કહ્યું કે તેઓ ઓછામાં ઓછા ૧૮ મહિના આ રસીની અસરો જોશે પછી જ નિર્ણય લેશે.

અમેરિકા, યુરોપ જ નહીં, રશિયામાં પણ રસી વિરોધી સમુહ મજબુત થતો જાય છે. ઘણાં ધાર્મિક અને રાજકીય ગ્રુપો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. એક સર્વેમાં જાણવા મળ્યું કે ન્યુયોર્કમાં ૪૨ ટકા લોકો રસી મુકવવા નથી માંગતા.

(2:46 pm IST)