Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

જાપાન પણ આર્થિક મંદીની ઝપેટમાં : GDPમાં ૨૭.૮ ટકાનો ઘટાડો

ઔદ્યોગિક ઉત્પાદનમાં ભારે ઘટાડો : આર્થિક સ્થિતિ કથળી

ટોકયો તા. ૧૭ : બ્રિટન પછી હવે જાપાન પણ કોરોના સંક્રમણના કારણે ખરાબ રીતે આર્થિક મંદીનો શિકાર બન્યું છે. જાપાનની અર્થવ્યવસ્થા જ આ નાણાંકીય વર્ષમાં બીજી વાર લથડી પડી છે. એપ્રિલ-જૂન કવાટરમાં જાપાનની જીડીપીનો વાર્ષિક દર ૨૭.૮ ઘટ્યો છે. જાપાનમાં ૧૯૮૦ના પછી જીડીપીમાં આ સૌથી મોટો ઘટાડો છે. સ્થિતિ તેવી કથળી ગઇ છે કે જાપાનમાં લોકોની પાસે મહામારીના કારણે ખર્ચો કરવા માટે પૈસા પણ નથી રહ્યા.

જાપાનમાં આર્થિક ક્ષેત્રે સ્થિતિ વણસતા મેના અંતમાં જ લોકડાઉન હટાવાની શરૂઆત કરી હતી. જેથી ફરીથી અર્થવ્યવસ્થાને પટરી પર લાવી શકાય. પણ અનેક વિશેષજ્ઞોનું માનવું છે કે જુલાઇ સપ્ટેમ્બર કવાટરમાં લોકો કોરોના વાયરસના નવા કેસ સામે આવતા સમજી વિચારીને વસ્તુઓ ખર્ચ કરતા થઇ ગયા હતા. જાપાનમાં આ ત્રીજી વાર અર્થવ્યવસ્થામાં ઘટાડો જોવા મળ્યો છે. અનુમાન લગાવાય છે કે જીડીપી ૨૭.૨ ટકા સુધી પડી છે. તેવું પણ કહેવાય છે કે સરકારે સોમવારે જે ડેટા જાહેર કર્યો છે, ખરેખરમાં સ્થિતિ તેનાથી પણ ખરાબ છે.

એક રિપોર્ટ મુજબ નોરિનચૂકિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય અર્થશાસ્ત્રી તાકેશી મીનામીએ જણાવ્યું કે આ મોટા ઘટાડાનું કારણે ખર્ચ અને નિર્યાતની અછત છે. આશા રાખું છું કે જુલાઇ-સપ્ટેમ્બર કવાટરમાં સકારાત્મક પરિણામો જાવો મળે. વૈશ્વિક સ્તર પર ચીનને છોડીને દુનિયાના દરેક વિસ્તારોમાં અર્થવ્યવસ્થા ધીમી ગતિએ પાછી ફરી રહી છે. આ કવાટરમાં ૮.૨ ટકા ઘટાડો જોવા મળ્યો છે. લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ હતા અને ખર્ચો ઓછો થયો છે. મહામારીની અસર ઓછી કરવા માટે જાપાને મોટા પાયે રાજકોષીય અને મૌદ્રિક પેકેજ જાહેર કર્યું છે. જાપાનની અર્થવ્યવસ્થા પહેલાથી જ સેલ્સ ટેકસમાં વૃધ્ધિ અને અમેરિકા-ચીનની વચ્ચે વેપાર યુદ્ઘની અસર સહન કરી રહી છે.

જાણકારોએ અનુમાન લગાવ્યું છે કે વ્યકિતગત ખપતમાં ૭.૧ ટકાનો ઘટાડો નોંધાવી શકે છે. પણ આ ઘટાડો આનાથી વધુ રહી અને તે અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી વધુ રહી. ત્યાં જ પૂંજીગત વ્યયમાં ૧.૫ ટકાનો ઘટાડો આવ્યો. જયારે અનુમાન ૪.૨ ટકાના ઘટાડાનો લગાવવામાં આવતો હતો. બહારી માંગ અને આયાતની વચ્ચે પણ અંતર ઓછું થયું છે. આજ કારણે જાપાનમાં જીડીપીમાં ૩ ટકાનો ઘટાડો આવ્યા છે.

મહામારીના કારણે દુનિયાભરની વસ્તુઓની માંગ ઓછી થઇ છે. જાપાન સરકારે પણ મેના અંતમાં લોકડાઉન દૂર કરવાનું શરૂ કર્યું હતું. જેથી અર્થવ્યવસ્થાને સારી કરી શકાય. પણ સંક્રમણના વધતા કેસના કારણે ફરી એક વાર અર્થવ્યવસ્થાના કાળા વાદળા મંડરાઇ રહ્યા છે. ઘરેલૂ ખર્ચ પણ ઓછા થઇ રહ્યા છે. જેની અસર વેપાર પર પડી રહી છે.

(3:37 pm IST)