Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

રશિયા બાદ ચીનથી પણ ગુડ ન્યુઝઃ કોરોનાની રસી કરી તૈયાર

વૈશ્વિક સ્તરે બંને દેશોને મંજૂરી ભલે ન મળી પરંતુ પ્રોડકશન માટે સંપૂર્ણ તૈયાર

નવી દિલ્હી તા. ૧૭ :.. કોરોનાની વેકસીનની રેસમાં રશિયા બાદ ચીને પણ બાજી મારી છે. વૈશ્વિક સ્તરે બંને દેશોની વેકસીનને ભલે મંજૂરી ન મળી હોય. પરંતુ આંતરિક રીતે બંને વેકસીન પ્રોડકશન તરફ આગળ વધી ચુકી છે. રશિયાએ એકબાજુ જયાં તેમની વેકસીનની પ્રથમ જથ્થો તૈયાર કરી લીધો છે.

બીજી બાજુ ચીને તેની વેકસીન માટે પેટન્ટ આપી દીધી છે એટલે કે રશિયા બાદ ચીનમાં પણ વેકસીનને લીલીઝંડી આપી દીધી છે બીજી બાજુ ડબલ્યુએચઓનું કહેવું છે કે કોરોના વેકસીન તૈયાર થવામાં એક વર્ષનો સમય વધુ લાગશે.

યુકેમાં કોરોના વેકસીનના ટ્રાયલ માટે અંદાજે એક લાખ લોકોએ રસ દેખાડયો છે વેકસીન ટાસ્ક ફોર્સના ચીફ કેટ બિંધને કહયું જો, અને જલ્દી વેકસીનની શોધ કરીએ તો વિવિધ-વિવિધ બેક ગ્રાઉનડસના અનેક લોકોની જરૂરીયાત હશે રિસર્ચર્સે ૬પ વર્ષથી વધુ ઉમરના અશ્વેત, એશિયાઇ અને અલ્પસંખ્યક બેક ગ્રાઉન્ડવાળા લોકોને આગળ આવાની અપીલ કરી છે.

રશિયાએ કોરોનાની વેકસીનની પ્રથમ ખેપ તૈયાર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આ મહિનામાં અંત સુધીમાં આ વેકસીન ઉપયોગ માટે ઉપલબ્ધ હશે.

 આ રસીનું ભારતમાં ઉત્પાદન માટે અનેક કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. રશિયન ડાયરેકટર ઇનવેસ્ટમેન્ટ ફંડની અનેક ભારતીય ફાર્મા કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. રશિયાના પાંચ દેશોમાં દર વર્ષે પ૦૦ મીલીયન ડોઝ તૈયાર કરવાનો પ્લાન બનાવ્યો છે. ભારત ઉપરાંત કોરિયા અને બ્રાઝીલ સાથે પણ વાત થઇ રહી છે.

(4:05 pm IST)