Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

'દ્રશ્યમ'ના ડિરેકટર નિશિકાંત કામતનું નિધન : લિવરની બીમારીથી થયુ મોત

તેમણે મુંબઇ મેરી જાન, જ્હોન અબ્રાહમની સાથે ફોર્સ અને રોકી હેન્ડસમ જેવી ફિલ્મો પણ આપી છે

મુંબઇ તા. ૧૭ : બોલિવૂડમાં એક બાદ એક નાની ઊંમરનાં દિગ્ગજ કાલકાર આ દુનિયાને છોડીને જઇ રહ્યાં છે. આ લિસ્ટમાં હવે ડિરેકટર નિશિકાંત કામતનું નામ પણ જોડાઇ ગયુ છે. આજ રોજ વહેલી સવારે બોલિવૂડ ડિરેકટર નિશિકાંત કામતનું લિવરની તકલીફને કારણે નીધન થઇ ગયુ છે. છેલ્લા ઘણાં સમયથી તેમને આ સમસ્યા હતી. તેઓએ છેલ્લો શ્વાસ હૈદરાબાદની પ્રાઇવેટ ગચીબોલી હોસ્પિટલમાં લીધો છે.

નિશિકાંત કામતે અજય દેવગણની ફિલ્મ 'દ્રશ્યમ' ડિરેકટ કરી છે. આ ઉપરાંત તેમણે મુંબઇ મેરી જાન, જહોન અબ્રાહમની સાથે ફોર્સ અને રોકી હેન્ડસમ જેવી ફિલ્મો પણ આપી છે. મરાઠી ફિલ્મ લય ભારી અને ડોમ્બીવલી ફાસ્ટ પણ તેમનાં નિર્દેશનમાં તૈયાર થઇ છે. નિશિકાંતે વર્ષ ૨૦૦૫માં મરાઠી ફિલ્મ 'ડોમ્બીવલી ફાસ્ટ'થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતું. જેને બેસ્ટ મરાઠી ફિચર ફિલ્મનો વર્ષ ૨૦૦૬માં નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

નિશિકાંત ૫૦ વર્ષનાં હતાં છેલ્લાં ચાર દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતાં. તેમને લિવરની સમસ્યા હતી જેની તેઓ સારવાર લઇ રહ્યાં હતાં. પણ તેમની કંડિશન ક્રિટિકલ જ હતી. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

(4:06 pm IST)