Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

વિશ્વ પર પરમાણુ યુદ્ધનો તોળાતો ખતરો :ચીનને છોડવાના નથી : ડોનાલ્ડ ટ્રમ્પએ આપી ચેતવણી

ટ્ર્મપે કહ્યું -તેમની પાસે જે મિસાઈલ છે તેનાથી 17 ગણી સારી મિસાઈલ અમારી પાસે છે

નવી દિલ્હી: વિશ્વની મહાશક્તિઓ આમનેસામને આવતા મહાયુદ્ધ થવાની આશંકા વધી રહી છે. પરમાણુ યુદ્ધના જોખમ વચ્ચે આ એવો જંગ હશે જેનાથી કેટલા લોકોનો જીવ જશે એ અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.   

   અમેરિકા એશિયામાં પોતાની મીડિયમ રેન્જની મિસાઈલો તૈનાત કરવાનું વિચારી રહ્યું છે. ચીનના પરમાણુ હથિયારોને અમેરિકા દુનિયા માટે મોટું જોખમ માની રહ્યું છે અને તેને પહોંચી વળવા માટે શું રણનીતિ બનાવવી જોઈએ તેના પર વિચાર કરી રહ્યું છે આ જાણકારી વોશિંગ્ટનના ટોપ આર્મ્સ કન્ટ્રોલ નેગોશિએટર માર્શલ બિલિંગસ્લીએ આપી છે. અમેરિકાના આ પ્લાન બાદ સમગ્ર દુનિયામાં ચર્ચા ચાલુ થઈ ગઈ છે કે શું મહાશક્તિઓ વચ્ચે થનારા યુદ્ધમાં પરમાણુ બોમ્બનો ઉપયોગ થશે.

આ બધા વચ્ચે ચીન અમેરિકાનો મુકાબલો કરવા માટે મોટા પાયે પરમાણુ બોમ્બ ભેગા કરવાની વાત કરી રહ્યું છે તો અમેરિકા (America) એવું હથિયાર  બનાવી રહ્યું છે કે જેના વિશે આજ સુધી કોઈએ સાંભળ્યું નથી કે જોયું નથી. 

હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કહ્યું કે અમે હાલ અભૂતપૂર્વ સૈન્ય ઉપકરણ બનાવવા પર કામ કરી રહ્યા છીએ જે આજથી પહેલા ક્યારેય જોયા નહીં હોય. અમારી પાસે જે મિસાઈલ છે હું તેને સુપર ડુપર મિસાઈલ કહીશ અને મેં સાંભળ્યું છે કે તેમની પાસે હાલ જે મિસાઈલ છે તેનાથી 17 ગણી સારી મિસાઈલ અમારી પાસે છે

આ જાહેરાત સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ રીતે સંકેત આપી દીધો કે તેઓ ચીને છોડવાના નથી. ચીનને જે તાકાત પર ખુબ ઘમંડ છે તેને કચડી નાખવાનો અમેરિકાએ નક્કી કરી લીધુ છે. અત્રે જણાવવાનું કે અમેરિકા એવી હાઈપરસોનિક મિસાઈલ તૈયાર કરી રહ્યું છે કે જેની ઝડપનો મુકાબલો કરવાની વાત તો દૂર રહી તેની આજુબાજુ પણ કોઈ ફરકી શકે તેમ નથી. 

આ હાઈપરસોનિક મિસાઈલ ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલ બંનેના ફિચર્સથી લેસ છે. લોન્ચિંગ બાંગ આ મિસાઈલ પૃથ્વીની કક્ષાથી બહાર જતી રહે છે અને પછી ટાર્ગેટ પર નિશાન સાધે છે. ખુબ ઝડપ હોવાના કારણે તે રડારની પકડમાં પણ આવતી નથી

(8:13 pm IST)