Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

આસામમાં કૃષ્ણ ભગવાનનું અભદ્ર પેઇન્ટિંગ સોશિઅલ મીડિયામાં વાઇરલ : પેઇન્ટિંગ બનાવનાર અક્રમ હુસેન વિરુદ્ધ પગલાં લેવા ઇસ્કોન મંદિરના સંચાલકોની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

ગોહાટી : આસામમાં હિન્દુઓના આરાધ્ય દેવ શ્રીકૃષ્ણનું અભદ્ર પેઈંટીગ સોશિઅલ મીડિયામાં વાઇરલ થયું છે.જેને પરિણામે ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
આ પેઇન્ટિંગ બનાવનાર મુસ્લિમ પેઈન્ટર અક્રમ હુસેન વિરુદ્ધ પગલાં લેવા ઇસ્કોન મંદિરના સંચાલકોએ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી છે.
અનેક હિંદુઓ આ ઘટનાથી ક્રોધિત થઇ ગયા છે.તેમજ આ પેઈન્ટરની ધરપકડ કરવા અને હિન્દુઓની લાગણી દુભાવવા બદલ કાયદેસર કાર્યવાહી કરવા માંગણી થઇ રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:16 pm IST)